રાજ્યમાં ફરી એક વખત ધરતીકંપના આંચકાનો અનુભવ થયો છે. અમરેલીની ધરા ધ્રુજી છે. 3.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ધરતીકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 44 કિમી દૂર નોંધાયું હતું. અનેક વખત અમરેલીમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થતો હોય છે. સવારે 6 વાગ્યાની આસપાસ ધરા ધ્રુજી હતી. ધરતીકંપના આંચકા સતત આવવાથી લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે.
અનેક વખત અનુભવાયા છે ભૂકંપના આંચકા
ઘણાં સમયથી અમરેલી નજીક ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. રિક્ટર સ્કેલ પર તીવ્રતા ભલે ઓછી છે પરંતુ ધરતીકંપ આવવાના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા અમરેલીના ગીરકાંઠાના વિસ્તારમાં ભૂકંપ આવ્યો હતો. સાવરકુંડલા તથા ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધરતીકંપનો અહેસાસ થયો હતો. ત્યારે આજે ફરી અમરેલીની ધરતી હલી છે. રિક્ટર સ્કેલ પર ભલે તીવ્રતા ઓછી હોય પરંતુ સતત આવતા ભૂકંપથી લોકોમાં ડર જોવા મળી રહ્યો છે.