ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સાંજે 4.25 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા . મળતી માહિતી મુજબ,ઋષિકેશ ભૂકંપનું કેન્દ્ર હતું. રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ હતી.લોકોમાં ભયનો માહોલ ફેલાયો.
આ પહેલા 9 નવેમ્બરના રોજ વહેલી સવારે બે ભૂકંપના આંચકા આવ્યા હતા. ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે 6.27 કલાકે લગભગ 2 વાગ્યા બાદ બીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાત્રીના જાગતા લોકો ગભરાઈને ઘરોની બહાર નીકળી ગયા હતા. ન્યૂઝ એજન્સી અનુસાર, ભૂકંપનું પ્રથમ કેન્દ્ર નેપાળમાં હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિમી નીચે હતું. બીજી તરફ, બીજું કેન્દ્ર પીધોરાગઢ હતું, જેની તીવ્રતા 4.3 હતી.