ભૂકંપ આવવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાઓ પર ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે દેશમાં બે જગ્યાઓ પર ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. બિહારના અરરિયામાં તેમજ પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં ધરતીકંપ અનુભવાયો હતો. બંને જગ્યાઓ પર ભૂકંપની તીવ્રતા 4.3 આસપાસ નોંધાઈ હતી. બુધવાર સવારે ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. હજી સુધી આ ભૂકંપને કારણે નુકસાન થયું હોય તેવા સમાચાર સામે આવ્યા નથી.
બે રાજ્યોમાં અનુભવાયા ભૂકંપના આંચકા
અનેક વખત ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. દેશના તેમજ વિશ્વના અનેક જગ્યાઓ પર તીવ્રતા વાળા ભૂકંપના આંચકાનો અનુભવ થતો રહે છે. થોડા સમય પહેલા સિરિયા અને તુર્કીમાં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં અનેક લોકોના મોત થયા હતા અને અનેક લોકો બેઘર થયા હતા. ત્યારે આજે દેશના બે રાજ્યોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો છે.
ભૂકંપની તીવ્રતા 4.3ની નોંધાઈ
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યા અનુસાર બિહારના અરરિયામાં બુધવારે વહેલી સવારે ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. સવારે લગભગ પાંચ વાગ્યાની આસપાસ 4.3 તીવ્રતા વાળો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની ઉંડાઈ 10 કિલોમીટરની હતી. તે સિવાય પશ્ચિમ બંગાળની ધરા પણ ધ્રુજી હતી. પશ્ચિમ બંગાળના સિલીગુડીથી 140 કિલોમીટર દૂર ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. 4.3ની તીવ્રતા વાળો ભૂકંપનો અનુભવ થયો હતો. આ ભૂકંપને કારણે કોઈ જાનહાની થઈ હોય અથવા તો નુકસાન થયું હોય તેવા સમાચાર સામે આવ્યા નથી.