ગુજરાતમાં ધરતીકંપના આંચકાનો અનુભવ સતત થઈ રહ્યો છે. અનેક વખત ધરા ધ્રૂજી રહી છે. ત્યારે ફરી એક વખત કચ્છ જિલ્લામાં ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. સોમવારે સવારે 11.41 વાગ્યે 3.2 તીવ્રતાનો આંચકો આવ્યો હતો. આ ધરતીકંપનું કેન્દ્રબિંદુ દુધઈથી 28 કિમી દૂર નોંધાયું છે. તે પહેલા સૌરાષ્ટ્રના અમરેલી અને સુરતમાં હળવા ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો.
ફરી એક વખત કચ્છમાં અનુભવાયા ભૂકંપના આંચકા
કચ્છ જિલ્લાની ધરા ફરી એક વખત ધ્રૂજી હતી. સોમવારે 3.2 તીવ્રતા વાળા ભૂકંપનો અનુભવ થયો હતો. આ ધરતીકંપનું કેન્દ્રબિંદુ દુધઈથી 28 કિમી દૂર નોંધાયું હતું. અનેક વખત ભૂકંપના આંચકાનો અનુભવ થતો રહે છે. અનેક વખત સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી છે. ધરતીકંપના અનેક વખત આંચકા આવવાને કારણે લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. તીવ્રતા ભલે ઓછી હોય પરંતુ અનેક વખત ભૂકંપનો અનુભવ થતા લોકોમાં ડર વ્યાપી ઉઠ્વો સ્વાભાવિક છે.
અનેક વખત ધ્રૂજી છે ધરા
થોડા દિવસો પહેલા સુરતમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. સુરતમાં 3.8ની તીવ્રતાવાળો ભૂંકપ આવ્યો હતો. 8 ફ્રેબુઆરીએ કચ્છના ભચાઉમાં રાત્રીના સમયે 3.0 તીવ્રતાના ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. 9 ફેબ્રુઆરીએ પણ ધરા ધ્રૂજી હતી. અનેક વખત ભૂકંપ આવવાથી લોકો ડરમાં રહેવા મજબૂર બન્યા છે.