ચીનમાં અતિતીવ્રતા વાળો ભૂકંપ આવ્યો છે. ચીનના કિર્ગિસ્તાન- શિનજિયાંગ સરહદી વિસ્તારમાં મંગળવારે જોરદાર તીવ્રતાના ભૂકંપનો અનુભવ થયો હતો. અતી તીવ્રતા વાળા ધરતીકંપના આંચકાનો અનુભવ થતા લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. ચીનમાં 7.2 તીવ્રતા વાળા ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો.. આ આંચકા એટલા જોરદાર હતા કે ભારતના દિલ્હીમાં પણ ભૂકંપના ઝટકાનો અનુભવ થયો હતો. મોડી રાતથી ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો હતો અને સવારે 8 વાગ્યા સુધીમાં 40 જેટલા આંચકા આવી ગયા હતા.
ચીનમાં આવ્યો 7.2 તીવ્રતા વાળો ભૂકંપ
ચીનના કિર્ગિસ્તાન-શિનજિયાંગ સરહદી વિસ્તારમાં મંગળવારે 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 7.2ની તીવ્રતા વાળો ભૂકંપ આવવાને કારણે અનેક ઈમારતો પડી હોવાની તેમજ ભૂસ્ખલન થવાની ઘટનાઓ પણ બની છે. મળતી માહિતી અનુસાર આ ભૂકંપના આંચકા સવારે 2 વાગ્યાની આસપાસ અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યા અનુસાર લેટીટ્યૂડ 40.96 અને લંબાઇ 78.30, ઊંડાઇ 80 કિમી રહી હતી. આ ભૂકંપ એટલો બધો જોરદાર હતો કે દિલ્હીમાં પણ ભૂકંપનો અનુભવ થયો હતો.
ભારતના અનેક રાજ્યોમાં ધરતીકંપના આંચકાનો થયો અનુભવ
એક વાર નહીં પરંતુ અનેક વખત ધરતીકંપના આંચકાનો અનુભવ થવાથી લોકોમાં ડરનો મોહાલ વ્યાપી ઉઠ્યો હતો. સવારે 8 વાગ્યા સુધીમાં ધરતીકંપના 40 જેટલા ઝટકા મહેસૂસ થયા હતા. ભૂકંપને કારણે અનેક ટ્રેનો પણ રદ્દ કરવામાં આવી તેવી માહિતી સામે આવી છે. એવી માહિતી પણ સામે આવી છે કે અનેક ઘરો પડી ગયા છે. દિલ્હી સહિત ભારત દેશના અનેક રાજ્યોમાં પણ ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે.