અમરેલી જિલ્લામાં આવ્યા ધરતીકંપના આંચકા, 10 ગામોની ધરા ધ્રૂજતા લોકોમાં ભયનો માહોલ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-07 11:20:57

તુર્કીમાં ધરતીકંપને કારણે તારાજી સર્જાઈ છે. અનેક બિલ્ડીંગો ધરાશાયી થઈ છે. હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટ્યા છે. ત્યારે ગુજરાતના અમરેલીમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. સોમવારની રાત્રે અમરેલીના અનેક વિસ્તારોમાં ભૂકંપનો અનુભવ થયો હતો. સાવરકુંડલા, બાઢડા, સૂરજ વડી, મીતીયાળા સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. રિક્ટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા 3.2 નોંધાઈ હતી. અનેક વાર ધરતીકંપ આવવાને કારણે સ્થાનિકોમાં ડરનો માહોલ વ્યાપી ઉઠ્યો છે.


ગુજરાતમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા  

સોમવારના દિવસે તુર્કી તેમજ સિરિયામાં તીવ્ર ભૂકંપના આંચકાના અનુભવ થયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8 નોંધાઈ હતી. આ ઘટનામાં અનેક બિલ્ડીંગ પડી ગઈ હતી. અનેક લોકો બિલ્ડીંગની નીચે પણ દબાઈ ગયા હતા. હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. સોમવારે મોડી રાત્રે 10 ગામોની ધરા ધ્રુજી ઉઠી હતી. મીતીયાળા સહિત અનેક જગ્યાઓમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. વારંવાર ધરતીકંપનો અનુભવ થતા લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. 


અનેક વખત ધરા ધ્રૂજતા લોકોમાં ડરનો માહોલ 

અમરેલી જિલ્લામાં ભૂકંપના આંચકા આવવાને કારણે લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. મીતીયાળા સહિત સાવરકુંડલા, ખાંભા, સાકરપરા, ધજરડી સહિતના વિસ્તારોની ધરા ધ્રુજી ઉઠી હતી. મીતીયાળામાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3ની આસપાસ નોંધાઈ હતી. ભલે રિક્ટર સ્કેલ પર તીવ્રતા ઓછી નોંધાઈ હતી પરંતુ અનેક વખત ધરા ધ્રૂજતા લોકોમાં ડરના માહોલ વચ્ચે રહેવા મજબૂર બન્યા છે.        



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...