ગુજરાતમાં પણ ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. અમરેલીમાં ભૂકંપના આંચકાનો સતત અહેસાસ થતા લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. મળતી માહિતી અનુસાર 24 કલાકમાં 6 જેટલા આંચકા આવતા લોકો ભયભીત થઈ ગયા છે. ધરતીકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર આવી ગયા હતા. લોકોનું કહેવું છે કે ધરતીકંપના આંચકા આવવાથી લોકો ઘરની બહાર રાત્રે સૂવા મજબૂર બન્યા છે. ભલે ભૂકંપના આંચકાની તીવ્રતા ઓછી હોય પરંતુ અનેક વખત ધરતીકંપ આવવાથી લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે.
24 કલાકમાં અનેક વખત ધરા ધ્રુજતા લોકોમાં ડર
ગુજરાતના અનેક જગ્યાઓ પર ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. અમરેલીમાં સતત ધરતીકંપનો અનુભવ થઈ રહ્યો છે જેને કારણે લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. 24 કલાકમાં 6 જેટલી વખત ધરા ધ્રુજી છે જેને કારણે રાત્રે લોકો ઘરની બહાર રહેવા મજબૂર બન્યા છે. ભૂકંપની તીવ્રતા ભલે ઓછી હોય પણ અનેક વખત આવતા ભૂકંપને કારણે લોકો ચિંતામાં મૂકાયા છે.
રિક્ટર સ્કેલ પર ઓછી નોંધાઈ તીવ્રતા
અમરેલીના ખાંભામાં આવેલા ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ નાના ધારી ઈંગોરાળા નોંધાયું હતું. ગીરના જંગલોના ગામડામાં સતત ભૂકંપના આંચકા વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અનેક વખત ધરતીકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકા વધવાની સાથે તેની તીવ્રતામાં પણ વધારો થઈ રહ્યો છે. તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2થી 3.4 સુધીની નોંધાઈ છે.