ફરી એક વખત તુર્કીમાં આવ્યો ભૂકંપ, ધરતીકંપને કારણે ત્રણ લોકોના થયા મોત જ્યારે અનેક લોકો થયા ઈજાગ્રસ્ત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-21 08:58:32

થોડા દિવસો પહેલા તુર્કીમાં મહાવિનાશકારી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપે તારાજી સર્જી હતી. હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે સોમવાર રાત્રે ફરી એક વખત તુર્કીમાં 6.4 તીવ્રતા વાળા ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીક્લ સેન્ટરના અહેવાલ પ્રમાણે તુર્કી-સીરિયા સરહદ વિસ્તારમાં બે કિમીની ઊંડાઈએ 6.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેને કારણે દક્ષિણી પ્રાંત હેતાયમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો.


ત્રણ લોકોના થયા મોત જ્યારે અનેક લોકો થયા ઈજાગ્રસ્ત 

તુર્કી અને સિરીયામાં 6 ફેબ્રુઆરીએ ધરતીકંપના આંચકા આવ્યા હતા જેને કારણે હજારો લોકો મોતને ભેટ્યા છે. લાખોની સંખ્યામાં લોકો બેઘર થયા હતા. ત્યારે ફરી એક વખત તીવ્ર ભૂકંપનો અનુભવ થયો છે. રિક્ટર સ્કેલ પ્રમાણે આ ધરતીકંપના આંચકાની તીવ્રતા 6.4 નોંધાઈ હતી. તુર્કીના ગૃહમંત્રીએ જણાવ્યું કે, તાજેતરમાં આવેલા ભૂકંપને કારણે ત્રણ લોકોના મોત થયા છે અને 200 જેટલા લોકો ઘાયલ થયા છે. ભૂકંપના આંચકા બાદ ડરથી લોકો ઘરની બહાર આવી ગયા હતા. આ ભૂંકપને કારણે અનેક ઈમારતોને નુકસાન થયું છે.

    

પાંચ મિનીટની અંદર બે વખત ધ્રુજી ધરા   

મળતી માહિતી અનુસાર હટાય પ્રાંતમાં 6.4 અને 5.8 તીવ્રતાના ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. આ ધરતીકંપના આંચકાનો અનુભવ લેબનોનની રાજધાની બેરૂતમાં પણ થયો હતો. તુર્કી-સીરિયન સરહદ પર ભૂકંપને પગલે ઈમારતો ધરાશાયી થઈ છે. જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. પહેલા 6.4 તીવ્રતા વાળા ભૂકંપનો આંચકો આવ્યો જ્યારે તેની ત્રણ મિનીટ બાદ 5.8 તીવ્રતા વાળા ભૂકંપનો અનુભવ થયો હતો. ત્યારે નાગરિકોને ક્ષતિગ્રસ્ત ઈમારતોથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?