તુર્કીના દક્ષિણ વિસ્તારમાં ગુરૂવાર મોડી રાત્રે એક ભયંકર ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.3 નોંધાઈ હતી. ભૂકંપ એટલો તીવ્ર હતો કે અનેક ઈમારતોને નુકસાન પહોંચ્યું હતું. ઉપરાંત અનેક લોકો ઘાયલ પણ થયા છે. ભૂકંપનું કેન્દ્ર માલત્યા પ્રાંતના યેસિલુર્ટ શહેરમાં હતું. આદિયામાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
જાપાનમાં પણ અનુભવાયા હતા ભૂકંપના આંચકા
જાપાનમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. જર્મનીમાં આવેલા ભૂકંપની તીવ્રતા તુર્કી કરતા પણ વધારે નોંધાઈ હતી. જાપાનના હોક્કાઇડોમાં 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હાલમાં, કોઈપણ પ્રકારના નુકસાનની કોઈ માહિતી નથી. મહત્વનું છે કે અનેક દેશોમાં આવેલા ભૂકંપના આંચકાને કારણે અનેક વખત મોટા પાયે ઈમારતોને નુકસાન પહોંચ્યું છે અને અનેક લોકોના મોત પણ થયા છે. ત્યારે આ બંને દેશોમાંથી હજી સુધી કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા નથી.