થોડા સમય પહેલા તુર્કી અને સિરીયામાં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. જેના કારણે હજારો લોકોના મોત થયા છે જ્યારે હજારો લોકો બેઘર થયા છે. ભારતમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વિસ્તારોમાં ધરતીકંપના આંચકાનો અહેસાસ થઈ રહ્યો છે. સોમવાર સવારે અંદમાન-નિકોબાર ટાપુ વિસ્તારમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.0 નોંધાઈ હતી. ધરતીકંપને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે.
ભારતમાં પણ થઈ રહ્યો છે ભૂકંપનો અનુભવ!
ઘણા સમયથી વિશ્વના અનેક દેશોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. તુર્કી અને સિરીયામાં ધરતીકંપે વિનાશ સર્જ્યો હતો. હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો જ્યારે હજારો લોકો બેઘર થયા છે. થોડા દિવસો પહેલા ન્યુઝિલેન્ડમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. ત્યારે સોમવાર સવારે અંદમાન નિકોબાર ટાપુ વિસ્તારમાં ભૂકંપ અનુભવાયો હતો. 5.0 તીવ્રતા વાળો ભૂકંપ રિક્ટર સ્કેલ પર નોંધાયો હતો. હજી સુધી આ ભૂકંપને કારણે જાનહાની થઈ હોવાની જાણકારી નથી મળી.