કચ્છમાં અનુભવાયો ધરતીકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર નોંધાઈ આટલી તીવ્રતા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-20 12:02:49

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે કચ્છમાં ફરી એક વખત ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. 3.2ની તીવ્રતાના ભૂકંપનો અનુભવ થયો હતો. આ ધરતીકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 10 કિલોમીટર દૂર નોંધાયું હતું. મહત્વનું છે અનેક સમયથી ધરતીકંપના આંચકા આવવાને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. ડરના મારે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.


ભૂકંપને કારણે લોકોમાં વ્યાપી ઉઠ્યો ડર

ધરતીકંપે તુર્કી અને સિરિયામાં ભારે તારાજી સર્જી છે. હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટ્યા છે જ્યારે અનેક લોકો બેઘર થઈ ગયા છે. ધરતીકંપને કારણે થયેલા નુકસાનને લઈ લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પણ અનેક વખત ધરતીકંપના આંચકાનો અહેસાસ થઈ રહ્યો છે. 


નર્મદા જિલ્લામાં આવ્યો હતો ભૂકંપ  

થોડા દિવસો પહેલા નર્મદા જિલ્લામાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો તો આજે કચ્છની ધરા ધ્રુજી છે. મળતી માહિતી અનુસાર આ ધરતીકંપનું કેન્દ્રબિંદુ ભચાઉ નોંધાયું હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 નોંધાઈ છે. ભલે ભૂકંપની તીવ્રતા ઓછી હોય પણ અનેક વખત આવતા ધરતીકંપના આંચકાને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો  છે.  




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...