વિશ્વના અનેક દેશોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. થોડા સમય પહેલા તુર્કી અને સિરીયામાં વિનાશકારી ભૂકંપને કારણે હજારો લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો બેઘર થઈ ગયા છે. તે બાદ અલગ અલગ દેશોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે ગુરુવાર સવારે અફઘાનિસ્તાનમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.7 નોંધાઈ હતી.
સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો
તુર્કી અને સિરીયામાં થોડા સમય પહેલા વિનાશકારી ભૂકંપ આવ્યો હતો જેમાં હજારો લોકોના મોત થયા હતા તો અનેક લોકોએ પોતાનું ઘર ખોઈ દીધું હતુ. હજારો લોકો બેઘર થઈ ગયા હતા. તે બાદ વિશ્વના અનેક દેશોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. અફઘાનિસ્તાનમાં ધરતીકંપના આંચકાનો અહેસાસ ગુરુવાર સવારે થયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.7 નોંધાઈ હતી. ધરતીકંપને કારણે લોકોમાં ડર જોવા મળી રહ્યો છે.