કચ્છમાં સમયાતરે ધરતીકંપના આચકા અનુભવાતા રહે છે. અવારનવાર ભૂકંપથી ધ્રુજતી ધરાના કારણે લોકો ભયના ઓથાર હેઠળ રહે છે. જેમ કે આજે કચ્છમાં ફરી એક વખત ધરતી કંપના આંચકાથી લોકો ભયભીત બન્યા હતાં.
3.4ની તીવ્રતાનો ભૂકંપ
સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા 3.4ની માપવામાં આવી હતી. ધરતીકંપથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ધરતીકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 7 કિલોમીટર દૂર હોવાનું જણાયું હતું. આ ભૂકંપથી જો કે કોઈ નુકસાની થઈ હોવાના સમાચાર મળ્યા નથી.