તુર્કીમાં ધરતીકંપને કારણે ધ્રુજી ધરા, અનેક બિલ્ડિંગો થઈ ધરાશાયી


  • Published By :
  • Published Date : 2023-02-06 16:19:22

તુર્કીમાં અતિતીવ્ર ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો.  ઝાટકા એટલા તીવ્ર હતા કે અનેક બિલ્ડીંગો ધારાશાયી થયા હતા. તુર્કીના નૂર્દગીથી 23 કિલોમીટરના અંતરે આ ધરતીકંપના આંચકા અનુભવાયા હતા જેની તીવ્રતા 7.8 નોંધાઈ હતી. એક મિનીટ સુધી આવેલા આ આંચકાને કારણે ઘરોને નુકસાન પહોંચ્યું છે. ઈમારતો પડી જવાને કારણે અંદાજીત 100થી વધુ લોકોના મોત થઈ ગયા છે. 


અનેક લોકોના મોત થયા હોવાની આશંકા 

અનેક જગ્યાઓ પર ધરતીકંપના આંચકાનો અનુભવ થતો હોય છે. ત્યારે ભયંકર આંચકાનો અનુભવ તુર્કીમાં સોમવારના દિવસે થયો છે. રેક્ટર સ્કેલ પ્રમાણે આ ભૂકંપના આંચકાની તીવ્રતા 7.8 નોંધાઈ છે. આ ઝાટકા એટલા તીવ્ર હતા કે અનેક બિલ્ડીંગને આને કારણે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અનેક બિલ્ડીંગો ધરાશાઈ થઈ ગઈ છે. આ ઝટકા સીરિયા સુધી મહેસૂસ થયા હતા. આ ભૂકંપને કારણે અનેક લોકોના મોત પણ થઈ ગયા છે.   


इस तस्वीर में भूकंप से तबाह एक इमारत दिख रही है। यहां कई लोगों के मलबे में फंसे होने की आशंका है।


ये तस्वीर एर्बिल शहर की है। यहां भूकंप आने के बाद लोग घरों से बाहर निकल आए।


પંદર મિનીટની અંદર આવ્યા ભૂકંપના બે આંચકા 

મળતી માહિતી અનુસાર આ ભૂકંપ સવારના 4 વાગ્યાની આસપાસ આવ્યો હતો. યૂનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેના જણાવ્યા અનુસાર આ ભૂકંપનું કેન્દ્ર બીંદુ ગાજિયાંટેપ શહેરથી 30 કિલોમીટર દૂર હતું અને જમીનથી 24 કિલોમીટર અંદર હતું. પહેલી વાર ભૂકંપની તીવ્રતા 7.8 નોંધાઈ હતી. તે બાદ અંદાજીત 11 મિનીટની અંદર બીજો ભૂકંપ આવ્યો જેની તીવ્રતા 6.7 હતી. આનું કેન્દ્ર જમીનથી 9.9 કિલોમીટર અંદર હતું. ભૂકંપના ફોટો તેમજ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે