તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપમાં થયા હજારો લોકોના મોત, તુર્કીમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-07 09:35:43

સોમવારના દિવસે તુર્કી અને સીરિયામાં ભયંકર ભૂકંપ આવ્યો હતો. 7.8ની તીવ્રતા વાળા ભૂકંપને કારણે અનેક બિલ્ડીંગો પડી ગઈ હતી. ભૂંકપના ત્રણ આંચકાનો અનુભવ થયો હતો જેને કારણે પરિસ્થિતિ વિકટ બનતી જઈ રહી છે. 24 કલાકથી બચાવની કામગીરી ચાલી રહી છે. બિલ્ડીંગ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે મહેનત કરવામાં આવી છે. જેમ જેમ કલાકો વિતી રહ્યા છે તેમ તેમ મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. મળતી માહિતી અનુસાર બે જગ્યાઓ પર આવેલા ભૂકંપમાં અંદાજીત 4000થી વધારે લોકોના મોત થઈ ગયા છે. અને આવનાર કલાકોમાં આ આંકડો વધી પણ શકે છે.


અનેક લોકો ગંભીર રીતે થયા ઘાયલ  

તુર્કી તેમજ સીરિયામાં આવેલા ભૂકંપને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દુર્ઘટનામાં અંદાજીત 4000 જેટલા લોકોના મોત થઈ ગયા છે. સોમવારે આવેલા વિનાશકારી ભૂકંપ બાદ તબાહીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ભૂકંપની તીવ્રતાની વાત કરીએ તો રિક્ટર સ્કેલ પ્રમાણે 7.7, 7.6 અને 6ની તીવ્રતા નોંધાઈ હતી. અમુક સેકેન્ડની અંદર જ બિલ્ડીંગો ધરાશાયી થઈ ગઈ હતી. બિલ્ડીંગ પડવાને કારણે અનેક લોકો તેની નીચે પણ દબાઈ ગયા છે. હજારોની સંખ્યામાં લોકો મોતને તો ભેટયા છે પરંતુ અનેક લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. 


બચાવ કાર્ય માટે ભારતે મોકલી NDRFની ટીમ 

રાહતની કામગીરી જલ્દી થાય તે માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે. રેસ્ક્યુ ઓપરેશન વાયુવેગે ચાલી રહ્યું છે. ત્યારે ભારત સહિત અનેક દેશોએ મદદનો હાથ વધાર્યો છે. ભારતે એનડીઆરએફની ટીમને રવાના કરી દીધી છે. જો ભૂકંપના આંચકાની વાત કરીએ તો પહેલો ભૂકંપનો આંચકો તુર્કીના ગજિયાનટેપ નજીક અનુભવાયો હતો. બીજો ભૂકંપ એકિનોઝાહુમાં આવ્યો જ્યારે ત્રીજી વખત ભૂકંપના આંચકાનો અનુભવ ગોકસન પ્રાંતમાં અનુભવાયો હતો. આ વિનાશકારી ભૂકંપને લઈ સાત દિવસ માટે રાષ્ટ્રીય શોક પાળવાની જાહેરાત કરી છે.

    




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?