આજે સવારે તાઈવાનના દક્ષિણપૂર્વ ભાગમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 માપવામાં આવી હતી. તાઈવાનના હવામાન વિભાગે જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર તાઈતુંગ કાઉન્ટીમાં હતું, જ્યાં શનિવારે સાંજે 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
6.4ની તીવ્રતાના ભૂકંપના આંચકથી રસ્તાને નુકશાન
વિવારે તાઈવાનના દક્ષિણપૂર્વમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 માપવામાં આવી હતી. તાઈવાનના હવામાન વિભાગે જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર તાઈતુંગ કાઉન્ટીમાં હતું, જ્યાં શનિવારે સાંજે 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના કારણે અનેક મકાનોને નુકસાન થયું છે અને સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.
ભૂકંપના કારણે અનેક મકાનોને નુકસાન થયું
યુએસ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર 10 કિમીની ઊંડાઈએ હતું. સ્થાનિક મીડિયા અનુસાર, ભૂકંપના કારણે ઘણી ઇમારતો ધરાશાયી થઈ છે, જેની નીચે ઘણા લોકો દટાયા છે અને તેમને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તાઈવાન રેલ્વેએ જણાવ્યું હતું કે પૂર્વી તાઈવાનના ડોંગલી સ્ટેશન પર પ્લેટફોર્મનો એક ભાગ તૂટી પડતાં ત્રણ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. જોકે, તેમાં સવાર 20 જેટલા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા.હવામાન વિભાગે જણાવ્યું કે સમગ્ર તાઈવાનમાં આંચકા અનુભવાઈ શકે છે. તેમણે કહ્યું કે ભૂકંપથી રાજધાની તાઈપેઈમાં ઈમારતો હચમચી ગઈ હતી પરંતુ તેની વધુ અસર થઈ નથી. જોકે, ચેતવણી જારી કરવામાં આવી છે.
સુનામીની ચેતવણી જારી
યુએસ સુનામી વોર્નિંગ સેન્ટરે ભૂકંપ બાદ તાઈવાનમાં ચેતવણી જારી કરી છે. તેમણે કહ્યું કે તાઈવાનના દરિયાકાંઠે ભૂકંપના કેન્દ્રથી 300 કિમીની અંદર સુનામી આવી શકે છે. જાપાનની હવામાન એજન્સીએ ભૂકંપ બાદ ઓકિનાવા પ્રીફેક્ચરના ભાગ માટે 1-મીટર સુનામીની ચેતવણી જારી કરી હતી.
તાઇવાનમાં ભૂકંપનું જોખમ
તાઈવાન 2016માં આવેલા ભૂકંપની તસવીર
તાઈવાન 1999માં આવેલા ભૂકંપની તસવીર
તમને જણાવી દઈએ કે તાઈવાનમાં હંમેશા ભૂકંપનો ખતરો રહે છે. 2016માં તાઈવાનમાં આવેલા ભૂકંપમાં 100થી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે 1999માં 7.3ની તીવ્રતાના ભૂકંપમાં 2,000થી વધુ લોકોના મોત થયા હતા.