Earthquake in Nepal : વિનાશકારી ભૂકંપમાં અનેક લોકોના થયા મોત જ્યારે અનેક લોકો ઘાયલ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-04 10:59:53

નેપાળમાં ભૂકંપે તારાજી સર્જી છે. શુક્રવાર રાત્રે લગભગ 11.30 વાગ્યાની આસપાસ નેપાળના પશ્ચિમી વિસ્તારમાં ભારે તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપમાં અંદાજીત 128 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ભૂકંપને કારણ અનેક ઘરો જમીનદોસ્ત થઈ ગયા હતા. ભૂકંપ બાદ રેસ્ક્યુની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.4 નોંધાઈ હતી.

  

ઉત્તરભારતમાં અનુભવાયા ભૂકંપના આંચકા 

3 નવેમ્બરના રોજ નેપાળમાં ગંભીર ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ આ ભૂંકપનો અનુભવ થયો હતો, જેમાં 128 લોકોના મોત થયા છે. જ્યારે 150 જેટલા લોકોને ગંભીર ઈજા પહોંચી છે. નેપાળની સેના અને પોલીસ દ્વારા રાહત બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. ભૂકંપના ઝાટકા એટલા બધા તીવ્ર હતા કે ભૂકંપના ઝાટકાનો અનુભવ ઉત્તરભારતના બિહાર, દિલ્હી, એનસીઆર અને ઉત્તરપ્રદેશમાં પણ અનુભવાયા.40 સેકેન્ડ સુધી ભૂકંપનો અનુભવ થયો હતો. ભૂકંપનું કેન્દ્ર જાજરકોટમાં જમીનની નીચે 10 કિલોમીટર નીચેનું માનવામાં આવે છે, ન માત્ર નેપાળમાં પરંતુ ભારત તેમજ ચીનમાં પણ આ ભૂકંપને કારણે આંચકાનો અહેસાસ થયો હતો. ભૂકંપ બાદ લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો હતો. 


પ્રભાવિત ક્ષેત્રોની પીએમ લેશે મુલાકાત 

નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ પ્રચંડે ભૂકંપને કારણે થયેલી જાનહાનિ પર દુખ વ્યક્ત કર્યું છે. નેપાળના પીએમઓ દ્વારા ઘટનાને લઈ ટ્વિટ કરવામાં આવી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે પીએમએ શુક્રવાર રાત્રે જાજરકોટના રામીડાંડામાં આવેલા ભૂકંપને કારણે થયેલી માનવીય અને ઘરોની ક્ષતિ પર દુખ વ્યક્ત કર્યું છે. ઘાયલોના બચાવ માટે સુરક્ષા એજન્સીઓને તૈનાત કરવામાં આવશે. ઉપરાંત મળતી માહિતી અનુસાર પીએમ પ્રભાવિત ક્ષેત્રોની મુલાકાત લેવા રવાના પણ થઈ ગયા છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?