રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરના ગ્રામ્ય વિસ્તારમાં સવારે 10:40 વાગ્યે ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપની માપવાના યંત્ર સિસ્મોમીટરમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ મપાયો હતો. જમીનથી 11.6 કિલો મીટર અંદરના સ્થાને ફેરફારો થવાના કારણે ભૂકંપ આવ્યો હતો. જો કે ભૂકંપના કારણે કોઈ પણ લોકોને કે ઘરોને નુકસાન પહોંચ્યું નથી. સરકારી કે ખાનગી માલિકીના મિલકતોમાં પણ કોઈ નુકસાન થયું નથી તે પ્રશાસન માટે રાહતનો શ્વાસ લેવા જેવી સ્થિતિ છે.
ભૂકંપ શા માટે આવતા હોય છે?
પૃથ્વીની સપાટીથી અંદર મેગ્મા નામના રસના હલવાથી કે વરાળના જમા થઈ જવાના કારણે સમયાનુસાર ભૂકંપ આવતા હોય છે. ભૂકંપ થવાનું સ્થાન જમીનથી જેટલું ઊંડું હોય છે તેટલો ભૂકંપ ઓછો હોય છે કારણ કે ભૂકંપ ઉંડો હોવાથી મેગ્માનો રસ ભૂકંપના કંપનને શોષી લેય છે. ભૂકંપ થવાનું સ્થાન જમીનથી જેટલું નજીક હોય છે તેટલો ભૂકંપ વધુ હોય છે. ગુજરાતના કચ્છ વિસ્તારમાં ભૂકંપ આવવાની ઘટના વધુ બનતી હોય છે.