દિલ્હી-NCR માં 5.4ની તીવ્રતાનો ભૂકંપ, ધરતીકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ


  • Published By :
  • Published Date : 2022-11-13 00:18:51

દિલ્હી અને NCR વિસ્તારમાં ધરા ધ્રુજી ઉઠી હતી. દિલ્હી-NCR  અને તેની આજુબાજુના વિસ્તારો શનિવાર, 12 નવેમ્બર 2022ની રાત્રે 7.57 વાગ્યે રિક્ટર સ્કેલ પર 5.4ની તીવ્રતાના ભૂકંપથી ધ્રુજી ઉઠ્યાં હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનમાં 10 ફૂટ ઊંડે જણાયું હતું.  


ધરતીકંપથી લોકોમાં ભયનો માહોલ

માત્ર એક અઠવાડિયામાં બીજી વાર ભૂકંપના આંચકાથી લોકો ભયભીત બની ગયા છે. ભૂકંપને પગલે લોકો ઘર અને ઓફિસો છોડીને બહાર દોડી આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિલ્હી-NCR ઉપરાંત ફરીદાબાદ, ગુરુગ્રામ, ગાઝિયાબાદ, નોઈડા, હાપુડમાં પણ આંચકા અનુભવાયા હતા.


ઉત્તરાખંડમાં પણ ધરતીકંપ

ઉત્તરાખંડમાં પણ સાંજે 4.25 કલાકે ભૂકંપ આવ્યો હતો. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્ર ઋષિકેશ હતું. ધરતીકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4ની નોંધાઈ હતી. આ ઉપરાંત પૌડી ગઢવાલ અને રૂદ્રપ્રયાગમાં શનિવાર સાંજે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ઉત્તરાખંડમાં આવેલ ભૂકંપની તીવ્રતા 3.4 નોંધાવા પામી છે. ત્યારે ભૂકંપનું કેન્દ્ર બિંદુ જમીનની અંદર 5 કિલોમીટર સુધીનું જાણવા મળી રહ્યું છે. જો કે ભૂકંપના કારણે જાનમાલની નુકસાનના કોઈ સમાચાર નથી.



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.