ઈન્ડોનેશિયામાં વારંવાર ભૂકંપના આંચકાઓના અનુભવ થતા હોય છે. ત્યારે સોમવારે ઈન્ડોનેશિયાના પ્રશ્ચિમ જાવા પ્રાંતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુએસ જીઓલોજીકલ સર્વેના જણાવ્યા અનુસાર આ ભૂંકપ 5.6 તીવ્રતાનો આવ્યો હતો. મળતી માહિતી મુજબ આ ભૂકંપના આંચકાને કારણે 44 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા છે. પશ્ચિમ જાવાના શહેર સિઆનજુરને આ ભૂકંપનું કેન્દ્ર માનવામાં આવી રહ્યું છે.
ઈંન્ડોનેશિયામાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ આવતા 30 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત થયા
— Jamawat (@Jamawat3) November 21, 2022
.
.#indonesia #earthquack #death #people #jamawat #naturaldamage #injured pic.twitter.com/YZSi0Jr9xL
300 લોકો ઘાયલ થયા
ભૂકંપના આંચકા આવવાને કારણે ઈમારતોને ભારે નુકસાન પહોંચ્યું છે. મળતી માહિતી મુજબ ઈસ્લામિક બોડિંગ સ્કુલ, હોસ્પિટલ તેમજ જાહેર સુવિધાઓ સહિતની ઈમારતોને નુકસાન પહોંચ્યું છે. જાનહાની ના થાય તે માટે લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવી રહ્યા છે. અનેક સ્થાનોને ખાલી કરાવી દેવામાં આવ્યા છે.