ભૂકંપ અંગે NGRIના વૈજ્ઞાનિકની ચેતવણી, હિમાયલ વિસ્તારમાં ગમે ત્યારે આવી શકે છે ધરતીકંપ?,


  • Published By :
  • Published Date : 2023-02-22 13:05:51

કચ્છમાં આવેલા ભયાનક ભૂકંપને લોકો આજે પણ નથી ભૂલી શક્યા, તાજેતારમાં જ તુર્કી અને સિરિયામાં ધરતીકંપે જે તબાહી સર્જી છે, તેમાંથી ઉભા થતાં આ બંને દેશને વર્ષો વતી જશે. જો  કે ભારત માટે પણ ખતરાની ઘંટડી રણકી છે. હૈદરાબાદ સ્થિત નેશનલ જીઓ ફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NGRI)ના મુખ્ય વૈજ્ઞાનિક અને સિસ્મોલોજિસ્ટ ડૉ. એન પૂર્ણચંદ્ર રાવે ઉત્તર ભારતમાં ધરતીકંપની આશંકા વ્યક્ત કરી છે.  


શું કહ્યું ડૉ. એન પૂર્ણચંદ્ર રાવે?


NGRIના મુખ્ય વૈજ્ઞાનિક અને સિસ્મોલોજિસ્ટ ડૉ. એન પૂર્ણચંદ્ર રાવે જણાવ્યું કે, "ધરતીની સપાટી અનેક પ્લેટ્સ સાથે મળીને બને છે અને આ પ્લેટ્સમાં સતત હલચલ થતી રહે છે. ભારતીય પ્લેટ્સ દર વર્ષે પાંચ સેન્ટિમીટર સુધી ખસી રહી છે. આ કારણે હિમાલય ક્ષેત્રમાં ખુબ જ દબાણ સર્જાઈ રહ્યું છે, આ જ કારણે હિમાલય વિસ્તારમાં ભારે ભૂકંપ આવી શકે છે.  ભારતીય ટેકટોનિક પ્લેટ છે, દર વર્ષે 5 સેમી પણ આગળ વધે છે. પરિણામે આવનારા દિવસોમાં ધરતીકંપની શક્યતા વધી ગઈ છે." તેમણે વધુમાં જણાવ્યું કે હિમાલય વિસ્તારમાં ભૂગર્ભીય સ્થિતી પર નજર રાખવા માટે ઉત્તરાખંડમાં 18 સિસ્મોગ્રાફ સ્ટેશનોનું મજબૂત નેટવર્ક  તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રદેશને હિમાચલ અને નેપાળના પશ્ચિમ ભાગ વચ્ચેના સિસ્મિક ગેપ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ઉત્તરાખંડનો સમાવેશ થાય છે." જો કે તેમણે તેમ પણ કહ્યું કે ઈમારતોનું બાંધકામ મજબુત બનાવીને જાન-માલના નુકસાનને ઘટાડી શકાય છે. 


8 મેગ્નિટ્યુડના ભૂકંપની આશંકા


ડો.પૂર્ણચંદ્ર રાવે કહ્યું કે હિમાચલ પ્રદેશ, નેપાળના પશ્ચિમ ભાગમાં અને ઉત્તરાખંડમાં ભૂકંપ આવી શકે છે. ડો.રાવે કહ્યું કે આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 8 હોઈ શકે છે. ડો.રાવે કહ્યું કે તુર્કીમાં આવેલા ભૂકંપમાં આટલી મોટી સંખ્યામાં લોકોના મોતનું કારણ સરેરાશ બાંધકામ હતું. તેમણે કહ્યું કે આપણે ભૂકંપને રોકી શકતા નથી પરંતુ સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને મજબૂત ઈમારતોનું નિર્માણ કરવું જોઈએ.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..