દેશની રાજધાની દિલ્હીમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો છે. દિલ્હી અને નેશનલ કેપિટલ રિજન એટલે કે એનસીઆર આસપાસ ભૂકંપના તીવ્ર આંચકાનો અનુભવ થયો હતો. 4.6 તીવ્રતા વાળા આંચકાનો અનુભવ થતા લોકો પોતાના ઘરની તેમજ ઓફિસની બહાર દોડી આવ્યા હતા. ન માત્ર દિલ્હીમાં પરંતુ ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક ભાગોમાં ધરતીકંપના આંચકાનો અહેસાસ થયા છે. ધરતીકંપના આંચકાનો અનુભવ થતા લોકો સુરક્ષિત સ્થળો પર દોડી આવ્યા હતા. નેપાળમાં બે વખત ધરતીકંપના આંચકા અનુભવાયા હતા.
દેશના આ રાજ્યોમાં અનુભવાયો ધરતીકંપ
ધરતીકંપના આંચકાનો અનુભવ અનેક વખત થતો હોય છે. એટલી તીવ્રતાનો ભૂકંપ આવતો હોય છે કે લોકોને ઘરની બહાર નીકળવાની ફરજ પડતી હોય છે. મંગળવારે બપોરે 2.53 કલાકે દિલ્હી-એનસીઆર, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.6 હતી. તેનું કેન્દ્રબિંદુ નેપાળમાં નોંધાયું છે. ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.6 હતી.
ભૂકંપનું કેન્દ્ર સોનિપત હોવાનું સામે આવ્યું છે!
ન માત્ર ઉત્તરપ્રદેશના લખનૌ, નોઈડા, મુરાદાબાદ, કાનપુર, મેરઠ, અલીગઢ, ગાઝિયાબાદ સહિતના ભાગોમાં ભૂકંપ નોંધાયો હતો. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હરિયાણામાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. એક જ દિવસમાં બે વખત ધરતીકંપનો અનુભવ થયો છે. લોકો ઘરની બહાર પોતાની રક્ષા કરવા નીકળી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર સોનીપત હોવાનું માનવામાં આવે છે.
#WATCH | Few buildings in Bajhang district suffer damage after 6.2 magnitude earthquake strikes Nepal
— ANI (@ANI) October 3, 2023
(Source: API-Nepal) pic.twitter.com/t7Bn90MNEe