તુર્કી-સીરિયામાં ભૂકંપે સર્જી તારાજી, ધરતીકંપને કારણે 8000 જેટલા લોકોએ ગુમાવ્યા જીવ!


  • Published By :
  • Published Date : 2023-02-08 10:43:38

સોમવારના રોજ તુર્કી અને સીરિયામાં ભયંકર ભૂકંપ આવ્યો હતો. 7ની તીવ્રતા વાળા ભૂકંપ અંદાજીત ત્રણથી ચાર વખત આવ્યા હતા. આટલી તીવ્રતા વાળા ભૂકંપને કારણે અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. શરૂઆતમાં મૃત્યુઅંક માત્ર પાંચ સામે આવ્યો હતો પરંતુ જેમ જેમ કલાકો પસાર થઈ રહ્યા છે તેમ તેમ મરનાર લોકોનો આંક પણ વધી રહ્યો છે.

 


6 હજાર જેટલી બિલ્ડીંગ થઈ ધરાશાયી 

બંને જગ્યાના મૃત્યુઆંકની વાત કરીએ તો  8000ની આસપાસ આ આંકડો પહોંચવા આવ્યો છે. તે સિવાય ઈજાગ્રસ્તોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. તુર્કીના રાષ્ટ્રપતિએ ભૂકંપથી પ્રભાવિત દેશના 10 પ્રાંતમાં ત્રણ મહિના માટે આપાતકાલની ઘોષણ કરી છે. વિશ્વના અનેક દેશોએ મદદનો હાથ આગળ વધાર્યો છે. કાટમાળ નીચેથી લોકોને બહાર કાઢવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર આ ભૂકંપને કારણે 6 હજાર જેટલી ઈમારતો પડી ગઈ છે.     


ભારતે મોકલી મદદ માટે ટીમ  

દુનિયા અનેક દેશોમાં વિનાશકારી ભૂકંપે તારાજી સર્જી છે. ત્યારે તુર્કી અને સીરિયામાં પણ ભયંકર તીવ્રતા વાળા ભૂકંપનો અનુભવ સોમવારના દિવસે થયો હતો. રેક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7ની આસપાસ નોંધાયો હતો. બીજા દિવસે પણ ધરા ધ્રુજી હતી. બિલ્ડીંગો પડી જવાથી અનેક લોકો ઈમારતો નીચે દબાઈ ગયા હતા. રેસ્ક્યુની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. ભારતે પણ ટીમને મદદ માટે મોકલી દીધી છે. આ ઘટનામાં અંદાજીત 8000 લોકોના મોત થયા છે. તે સિવાય ઈજાગ્રસ્તોનો આંકડો પણ મોટો છે. 7 દિવસ માટે રાષ્ટ્રીય શોકની જાહેરાત પણ કરવામાં આવી છે.         




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે