અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગમાં આજે સવારે ધરતીકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતા, જાન-માલનું કોઈ નુકસાન નહીં


  • Published By :
  • Published Date : 2023-06-11 13:06:33

દેશના પૂર્વ ભાગના રાજ્ય અરુણાચલ પ્રદેશમાં આજે સવારે ભૂકંપથી ધરા ધ્રુજી ઉઠી હતી.  અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગમાં રવિવારે વહેલી સવારે 6:34 મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા છે. એનસીએસ પ્રમાણે, રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતા નોંધાઈ છે. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર આવી ગયા હતા. હાલ જાનહાનિ કે સંપત્તિના નુકસાનની કોઈ માહિતી નથી. તેનું કેન્દ્ર જમીનમાં 33 કિલોમીટર ઊંડે હતું. પશ્ચિમ કામેંગ જિલ્લાના આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.


જાન-માલને કોઈ નુકસાન નહીં


ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે જાન-માલના નુકસાનના કોઈ રિપોર્ટ નથી. પશ્ચિમ કામેંગ જિલ્લાના આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..