અફઘાનિસ્તાનમાં ઘરા ધ્રુજી, 6.3ની તીવ્રતાના ભૂકંપથી ભયાનક તારાજી, 2000થી વધુ લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-10-08 12:45:52

અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં શનિવારે આવેલા 6.3ની તીવ્રતાના ભૂકંપના બે આફ્ટરશોકમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. અફઘાનિસ્તાનની નેશનલ ડિઝાસ્ટર ઓથોરિટીએ આ જાણકારી આપી છે. યુનાઈટેડ નેશન્સે 2000 લોકો માર્યા ગયાનો પ્રારંભિક આંકડો આપ્યો હતો. ધ ગાર્ડિયનના રિપોર્ટ મુજબ મૃત્યુઆંક આના કરતા વધારે છે. આ બે દાયકામાં દેશમાં આવેલા સૌથી ભયંકર ભૂકંપ પૈકીનો એક છે. દેશની નેશનલ ડિઝાસ્ટર ઓથોરિટીએ જણાવ્યું કે શનિવારે પશ્ચિમ અફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અને ત્યારપછીના જોરદાર ઝટકાઓના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા છે.


6.3ની તીવ્રતાનો ભૂકંપ

 

અમેરિકાના જીઓલોજિકલ સર્વેના જણાવ્યા મુજબ કે દેશના વિવિધ ભાગોમાં 6.3ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર હેરાત શહેરથી ઉત્તર-પશ્ચિમમાં 40 કિલોમીટર દૂર હતું. બાદમાં 5.5ની તીવ્રતાનો આંચકો પણ અનુભવાયો હતો. સર્વેક્ષણની વેબસાઈટ પર પોસ્ટ કરવામાં આવેલ નકશો પ્રદેશમાં સાત ભૂકંપનો સંકેત આપે છે.


અનેક પ્રાંતોમાં ભૂકંપના આંચકા અનુભવાયા  


ટેલિફોન લાઇન ડાઉન હોવાને કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ચોક્કસ વિગતો મેળવવી મુશ્કેલ છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં સેંકડો લોકો હેરાત શહેરમાં તેમના ઘરો અને ઓફિસોની બહાર રસ્તા પર જોવા મળ્યા હતા. હેરાત પ્રાંત ઈરાનની સરહદે છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, નજીકના ફરાહ અને બદગીસ પ્રાંતમાં પણ ભૂકંપ અનુભવાયો હતો. આર્થિક બાબતો માટે તાલિબાન દ્વારા નિયુક્ત નાયબ વડા પ્રધાન અબ્દુલ ગની બરાદરે હેરાત અને બદગીસમાં ભૂકંપમાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.



જૂન 2022 માં, પૂર્વી અફઘાનિસ્તાનમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેમાં ઘણા મકાનો જમીન પર પડી ગયા. ભૂકંપ અફઘાનિસ્તાનનો બે દાયકામાં સૌથી ખરાબ હતો, જેમાં ઓછામાં ઓછા 1,000 લોકો માર્યા ગયા અને લગભગ 1,500 ઘાયલ થયા.



અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....

સુરતથી એક દુ:ખદ ઘટના સામે આવી છે.. સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકોના મોત આઈસ્ક્રીમ ખાધા બાદ થયા છે તેવું પ્રાથમિક અનુમાન લગાવામાં આવી રહ્યું છે... આઈસ્ક્રીમ ખાધા બાદ તેમની તબિયત બગડી, હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું...

ચાંદલો કરવાથી આજ્ઞા ચક્ર એકટિવ થાય છે ઉપરાંત એકાગ્રતા પણ વધે છે. અલગ અલગ દ્રવ્યોથી ચાંદલો કરવાથી અલગ અલગ ફળની પ્રાપ્તિ થાય છે અને ચોખાનું પણ વિશેષ મહત્વ રહેલું છે.