વિશ્વના અનેક દેશોમાં ભૂકંપને કારણે તારાજી સર્જાઈ છે. અનેક એવા ભૂકંપો આવ્યા છે જે વિનાશકારી સાબિત થયા છે. થોડા સમય પહેલા નેપાળમાં અતિ તીવ્રતા વાળો ભૂકંપ આવ્યો હતો જેમાં અનેક લોકોના મોત થયા હતા ત્યારે આ વખતે ચીનમાં અતિ તીવ્રતા વાળો ભૂકંપ આવ્યો છે. મોડી રાત્રે ઉત્તર પશ્ચિમના ગાંસુ અને કિંઘાઈ પ્રાંતમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપને કારણે 100થી વધારે લોકોના મોત થયા હોવાનું અનુમાન છે.
6.2 તીવ્રતાનો ચીનમાં આવ્યો ભૂકંપ!
આપણે ત્યાં કહેવાય છે કે કુદરત આગળ માનવ લાચાર છે. કુદરતી આફતોને કારણે અનેક લોકોના જીવ ગયા છે. કોઈ વખત સુનામીને કારણે તો કોઈ ધરતીકંપને કારણે લોકોના મોત થતા હોય છે. ધરતીકંપની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. અનેક વખત આ જગ્યા પર આટલી તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો તેવા સમાચારો સામે આવતા હોય છે. થોડા સમય પહેલા નેપાળમાં તીવ્ર ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો ત્યારે આ વખતે ચીનની ધરતી ધ્રુજી છે. ચીનમાં 6.2ની તીવ્રતાવાળા ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. આ ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 111 જેટલા લોકોના મોત થયા છે જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા છે તેવી માહિતી સામે આવી છે.
111 જેટલા લોકોના ભૂકંપને કારણે થયા મોત!
આ ભૂકંપની તીવ્રતા 6.2ની હતી અને તેની ઉંડાઈ 10 કિલોમીટરની હતી. ભૂકંપને કારણે અનેક જગ્યાઓ પર નુકસાન થયું હોય તેવી તસવીરો પણ સામે આવી છે. 111 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. રાહત બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. મેરિકી જીઓલોજિકલ સર્વે અનુસાર આ ભૂકંપ ગાંસુના લિન્ઝિયા ચેંગગુઆનઝેનથી લગભગ 37 કિમી અને લાન્ઝોઉ ગાંસુથી લગભગ 100 કિમી દૂર આવ્યો હતો. ચીની રાષ્ટ્રપતિએ ભૂકંપને સંબંધિત મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા છે તેવી માહિતી સામે આવી છે.