રાજ્યમાં ટ્રાફિકના નિયમો તોડતા લોકો સામે સરકાર આકરા પગલા ભરશે. શહેરોમાં બેફામ ડ્રાઈવિંગ કરી બીજા લોકો માટે પણ ખતરારૂપ બનતા વાહનચાલકોને પાઠ ભણાવવા માટે સરકારે ખાસ યોજના બનાવી છે. તંત્ર દ્વારા નવી જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ હવે ટ્રાફિકના 16 નિયમોને લઈ લોકોના ઘરે ઈ-મેમો આવશે. પહેલા માત્ર 3 નિયમોને લઈ ઈ-મેમો ઈશ્યુ કરવામાં આવતા હતા.
આ છે મુખ્ય નિયમો
1-રોંગ સાઈડમાં વાહન ચલાવતા હોય
2-નિયમ કરતા વધારે વાહનોની સ્પીડ હશે તો
3-ડ્રાઈવિંગ સમયે ફોન પર વાત કરતા હશો તો
4-નો-પાર્કિગ ઝોનમાં પાર્કિગ હશે તો આવશે ઈ-મેમો
5-રિક્ષામાં નિયમ કરતા વધારે પેસેન્જર બેસાડવા
6-રિક્ષામાં ડ્રાયવર સીટ પર પેસેન્જર બેસાડવા
7-ટુ-વ્હીલર પર 2થી વધુ લોકો સવાર હશે તો ઈ-મેમો
8-HSRP વિનાની નંબરપ્લેટ વાળા વાહનોને ઈ-મેમો
9-ફોર વ્હિલર્સમાં સીટ બેલ્ટ ન પહેર્યો હોય
10-ટ્રાફિક સિગ્નલ તોડનારા અને ગતિ મર્યાદા નહીં હોય
11-બાઈક ચાલકોએ હેલમેટ ન પહેર્યું હોય