મુન્દ્રા પોર્ટ પરથી 2 લાખ ઈ-સિગારેટનો જથ્થો જપ્ત, અમદાવાદ અને સુરત DRIની ટીમનું સંયુક્ત ઓપરેશન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 13:07:18

કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી ફરી એકવાર પ્રતિબંધિત ઈ-સિગારેટનો મોટો જથ્થો ઝડપાયો છે. અમદાવાદ અને સુરત DRIની સંયુક્ત ટીમે કચ્છના મુન્દ્રા પોર્ટ ખાતે એક સંયુક્ત ઓપરેશન પાર પાડીને આશરે 48 કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતો ઈ-સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે. DRIની ટીમને એક કન્ટેનરમાંથી 2,00,400 પ્રતિબંધિત આયાતી ઈ-સિગારેટની સ્ટિક્સ મળી આવી હતી. જ્યારે બીજા કન્ટેનરમાંથી મીસડિક્લેરેશનનો જથ્થો મળી આવ્યો હતો.


કેવી રીતે પડકાયો ઈ-સિગારેટનો મોટો જથ્થો?


સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ચીનથી મુંદ્રા પોર્ટ પર આવી પહોંચેલા બે શંકાસ્પદ કંટેનરને DRIની ટીમ દ્વારા તપાસ કરતા ઈ-સિગારેટનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો. સિગારેટની 2,00,400 સ્ટિક્સના જથ્થાની બજાર કિંમત 48 કરોડ જેટલી થાય છે. ઈ-સિગારેટનો આ જથ્થો ચીનથી મંગાવાયો હતો અને મુંબઈ લઈ જવાઈ રહ્યો હતો. મહત્વપૂર્ણ બાબત છે કે ઈ-સિગારેટના ઈમ્પોર્ટ પર જ ભારત સરકારે અગાઉથી પ્રતિબંધ જાહેર કરેલો છે.


પ્રતિબંધિત ઈ-સિગારેટનું સેવન કરનારને 1 લાખનો દંડ અને 1 વર્ષની સજા 


કેન્દ્ર સરકારે ઈ-સિગારેટના ઉપયોગ પર પ્રતિબંધની સાથે જ સજાની જોગવાઈ પણ કરી છે. નવા નિર્ણય મુજબ પ્રથમ વખત ઈ-સિગારેટ અને ઈ-હુક્કાનો ઉપયોગ કરતાં પકડાય તો રૂ.1 લાખનો દંડ થશે અને 1 વર્ષની સજાની જોગવાઈ છે. જો બીજી વખત ઈ-સિગારેટ કે ઈ-હુક્કામાં પકડાય તો રૂ.5 લાખનો દંડ અને 3 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે યુવાવર્ગ હુક્કાનો નશો કરવા માટે હુક્કાબારમાં જતા હોય છે. હુક્કાબાર સામે પોલીસ વિભાગ દ્વારા તવાઈ વધતા હવે યુવકો ઇ-સિગારેટ તરફ વળ્યાં છે. જે યુવાનને સરળતાથી ઇલેક્ટ્રિક ઇ સિગારેટ બજારમાં મળી રહે છે. યુવાઓનો હવે હુક્કાની જગ્યાએ લિકવિડ નિકોટીનવાળી ઇ સિગારેટના વ્યસની બની ગયા છે. જોકે, વાસ્તવિક્તા એ છે કે ઈ-સિગારેટની આરોગ્ય પર અત્યંત ખરાબ અસર પહોંચે છે. સરકારી આંકડા અનુસાર દેશમાં ઈ-સિગારેટની 400થી વધુ બ્રાન્ડ બજારમાં છે, જેમાં 150 કરતાં પણ વધુ ફ્લેવરની ઈ-સિગારેટનું વેચાણ થાય છે. ENDS (ઈલેક્ટ્રોનિક નિકોટીન ડીલીવરી સિસ્ટમ) અંતર્ગત ઈ-સિગારેટ, હીટ-નોટ બર્ન ડિવાઈસ, ઈ-શીશા, ઈ-નિકોટીન, ફ્લેવર્ડ હુક્કા અને એવી અસંખ્ય પ્રોડક્ટ્સ બજારમાં ઉપલબ્ધ છે.


સુરતમાંથી પણ પકડાયો હતો ઈ-સિગારેટનો જથ્થો


અત્રે ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં સુરતમાંથી પણ 20 કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતો ઈ-સિગારેટનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. શહેરના સચિન હાઈવે પરથી ઈ-સિગારેટના કન્ટેનર સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં ઈ-સિગારેટનો તે જથ્થો ચીનથી મંગાવાયો હતો અને મુંબઈ લઈ જવાઈ રહ્યો હતો તેવું સામે આવ્યું હતું. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?