જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ બનશે દેશના નવા મુખ્ય ન્યાયાધીશ, CJI લલિતે કરી સરકારને ભલામણ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 12:15:16

સુપ્રીમ કોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશના નામની જાહેરાત થઈ ગઈ છે. ડીવાય ચંદ્રચુડ દેશના નવા મુખ્ય ન્યાયાધીશ બનશે. કેન્દ્ર સરકાર વતી કાયદા મંત્રાલયે CJI લલિતને વિનંતી કરી હતી કે તેઓ તેમના અનુગામીના નામની ભલામણ તેમને મોકલે. સિનિયોરિટી લિસ્ટ અનુસાર, જસ્ટિસ ચંદ્રચુડ વર્તમાન CJI લલિત પછી સૌથી વરિષ્ઠ છે. સેટ કન્વેન્શન મુજબ સરકારને તેમના નામની ભલામણ કરવામાં આવી હતી.


ચંદ્રચુડ દેશના 50માં ન્યાયાધીશ બનશે


CJI લલિતનો કાર્યકાળ 8 નવેમ્બર 2022 ના રોજ સમાપ્ત થાય છે. તેઓ આ પદ પર માત્ર 74 દિવસ જ રહેશે. જસ્ટિસ લલિતને 26 ઓગસ્ટ 2022ના રોજ CJI NV રમનનો કાર્યકાળ પૂરો થયા બાદ દેશના 49મા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમનો કાર્યકાળ માત્ર અઢી મહિનાનો છે. જ્યારે તેમના પુરોગામી મુખ્ય ન્યાયાધીશોનો સરેરાશ કાર્યકાળ 1.5 વર્ષનો હતો. ડીવાય ચંદ્રચુડ દેશના 50માં ન્યાયાધીશ  હશે. જસ્ટિસ ચંદ્રચુડ 9 નવેમ્બર 2024ના રોજ નિવૃત્ત થશે. જસ્ટિસ ચંદ્રચુડ બે વર્ષ માટે દેશના મુખ્ય ન્યાયાધીશ રહેશે. તેમને 2016માં સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 


ન્યાયાધીશ ચંદ્રચુડના પિતા પણ CJI રહી ચૂક્યા છે


આગામી મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડ અંગે એક રોચક તથ્ય પણ છે. જસ્ટિસ ચંદ્રચૂડના પિતાજી વાય વી ચંદ્રચુંડ પણ સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયાના ચીફ જસ્ટિસ રહ્યાં હતા. રસપ્રદ વાત એ છે કે જસ્ટિસ ચંદ્રચૂડના પિતા દેશના સૌથી લાંબા સમય સુધીના ચીફ જસ્ટિસ રહ્યાં હતા.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?