સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટીસ તરીકે ધનંજય વાય ચંદ્રચૂડ આજે બુધવારે (9 ઓક્ટોબર) શપથ લીધા. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા શપશવિધી સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દેશના 50મા CJI ચંદ્રચૂડને પદના શપથ લેવડાવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે તેમના પિતા પિતા યશવંત વિષ્ણુ ચંદ્રચૂડ 22 ફેબ્રુઆરી 1978થી 11 જૂલાઈ 1985 સુધી દેશની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ રહી ચુક્યા છે.
જસ્ટિસ ચંદ્રચુડનો કાર્યકાળ રહેશે
સુપ્રીમ કોર્ટના નવા CJI જસ્ટિસ ચંદ્રચુડે જસ્ટિસ ઉદય ઉમેશ લલિતનું સ્થાન લીધું છે. જેમણે 11 ઓક્ટોબરે જસ્ટિસ ચંદ્રચુડને પોતાનો ઉત્તરાધિકારી બનાવવાની ભલામણ કરી હતી. તેઓ 10 નવેમ્બર 2024 સુધી એટલે કે બે વર્ષ માટે CJI તરીકે કામ કરશે.
જસ્ટિસ ડી.વાય ચંદ્રચૂડનો અભ્યાસ
CJI ડી.વાય ચંદ્રચૂડએ દિલ્હીની વિખ્યાત સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાંથી અર્થશાસ્ત્રમાં બી.એ ઑનર્સનો અભ્યાસ કર્યો છે. કાયદાનો અભ્યાસ દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસ લૉ સેન્ટરમાં કર્યો હતો ત્યાથી તેમણે એલએલબીની ડિગ્રી મેળવી હતી. તેમણે વધુ અભ્યાસ અમેરિકાની હાર્વર્ડ લૉ સ્કૂલમાંથી કર્યો છે. અને ત્યાંથી એલએલએમ અને લો સાયન્સમાં ડૉક્ટરેટ કર્યું છે.