ગુજરાતમાં ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે... 7મી તારીખે ગુજરાતમાં મતદાન થવાનું છે ત્યારે મતદાતાઓનો મિજાજ શું છે તે જાણવા માટે જમાવટની ટીમ અનેક લોકસભા બેઠકોની મુલાકાત લઈ રહી છે અને મતદાતાઓ ચૂંટણીને લઈ શું માની રહ્યા છે તે જાણવાની કોશિશ કરી રહી છે... કયા મુદ્દાઓને મતદાતાઓ ધ્યાનમાં રાખે છે, પીએમ તરીકે કોણ છે મતદારોની પસંદગી તે જાણવાની કોશિશ જમાવટની ઈલેક્શન યાત્રા દ્વારા કરવામાં આવી રહી છે.
દ્વારકા પહોંચી જમાવટની ઈલેક્શન યાત્રા!
મતદાતાઓનો મિજાજ જાણવા માટે અલગ અલગ લોકસભા બેઠક પર જમાવટ ઈલેક્શન યાત્રા નિકળી રહી છે.. દ્વારકાના મતદાતાઓ મતદાન કરતા પહેલા શું વિચારે છે તે જાણવા માટે જમાવટની ટીમ અલગ અલગ લોકોને મળી હતી.. સામાન્ય લોકો સાથે વાતચીત કરી એ જાણવાની કોશિશ કરી હતી કે ઉમેદવાર વિશે, મુદ્દાઓ વિશે, પીએમ વિશે લોકો શું વિચારે છે? જામનગર લોકસભા બેઠકની વાત કરીએ તો ભાજપે સાંસદ પૂનમબેન માડમને ટિકીટ આપી છે જ્યારે કોંગ્રેસે જે.પી.મારવિયાને ઉતાર્યા છે. કયો પક્ષ કયા ઉમેદવાર મતદાતાને પસંદ છે તે જાણવાનો પ્રયત્નો કર્યો હતો...
પીએમ તરીકે કોણ છે મતદાતાઓની પસંદ?
સામાન્ય રીતે વિધાનસભામાં મતદાન કરવાના મુદ્દાઓ અલગ હોય છે જ્યારે લોકસભા માટે મતદાન કરતા મતદાતાઓ અલગ મુદ્દાઓને ધ્યાનમાં લેતા હોય છે... મતદાન કરતા પહેલા મતદાતાઓ શું જોવે છે તે જાણવા માટે અલગ અલગ લોકો સાથે વાત કરી હતી. જામનગરમાં વિકાસ કામો થયા છે કયા કામો બાકી છે, રોજગારને લઈ તેમને પૂછવામાં આવ્યું, પીએમ તરીકે કોને જુવે છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. દુકાન ચલાવતા મતદારને જ્યારે વિકાસના કામો અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે પીએમ મોદીના આવ્યા પછી વિકાસના કામો ખૂબ થયા છે.. ! ભાજપ જીતશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી..
દેશમાં કેટલી સીટો ભાજપ જીતશે તો કહ્યું કે...
ઉમેદવારને લઈ જ્યારે મતદાતાઓને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે પૂનમબેન માડમ દ્વારા વિકાસના કામો કરવામાં આવ્યા છે.. દેશમાં ભાજપ કેટલી સીટો જીતશે તે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે 400 સીટો આવી જશે.. તે સિવાય બીજા એક મતદારને પૂછવામાં આવ્યું તો તેમણે પણ ભાજપનું કહ્યું.. રસ્તા સારા બન્યા, લાઈટો લાગી જેવી વાતો તેમના દ્વારા કરવામાં આવી.. જ્યારે એક બીજા મતદારને પૂછવામાં આવ્યું કે કયા કામો નથી થયા ત્યારે તેમણે કહ્યું કે હોસ્પિટલો છે પણ સારા ડોક્ટરો નથી..
ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર માટે શું માને છે લોકો?
કોઈ મતદાતાએ મોંઘવારીને લઈ વાત કરી હતી.. મોંઘવારી તો વધી છે પરંતુ વસ્તી વધી એટલે મોંઘવારી વધવાની છે... ભરૂચ સીટ પર કાંટાની ટક્કર થઈ શકે છે તેવી વાત તેમણે કહ્યું. ભરૂચની સીટ જરાક જોખમ વાળી રાખે છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત બેઠકો પર જે ઉમેદવારોને મૂકવામાં આવ્યા છે તે ટક્કર આપશે કે નહીં તે સવાલ તેમને પૂછવામાં આપ્યો હતો.. તેમણે કહ્યું ઉમેદવારો નવા છે..! તે સિવાય અલગ અલગ રાજ્યોની વાત કરવામાં આવી હતી તેમના દ્વારા... કોઈએ કહ્યું કે વડાપ્રધાન મોદી તેમના ભગવાન છે.. તેમને પીએમ મોદી અતિશય ગમે છે... ત્યારે જોવું રહ્યું કે જામનગર લોકસભા સીટ પર કોણ જીતે છે.?