Dwarka : રખડતા શ્વાનનો આતંક યથાવત! 11 વર્ષની બાળકી પર કર્યો હુમલો, ફાડી કાઢી! ક્યાં સુધી બનતી રહેશે આવી ઘટનાઓ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-08 12:47:23

રાજ્યમાં રખડતા શ્વાનનો આતંક પ્રતિદિન વધી રહ્યો છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં શ્વાનના હુમલાને કારણે, રખડતા ઢોરના હુમલાને કારણે લોકોનું જીવન સમાપ્ત થઈ જાય છે... અનેક વખથ આપણી સામે ઉદાહરણો સામે આવે છે જેમાં રખડતા શ્વાન અથવા તો રખડતા ઢોરના હુમલાને કારણે કોઈનું નિર્દોષ વ્યક્તિનું મોત થઈ જતું હોય. ત્યારે એક કિસ્સો દ્વારકાથી સામે આવ્યો છે જેમાં રખડતા શ્વાનના હુમલાને કારણે 11 વર્ષની દીકરીનું મોત થઈ ગયું છે.... 11 વર્ષની બાળકીને રરખડતા શ્વાનોએ ફાડી નાખી...


11 વર્ષની બાળકીને રખડતા શ્વાને ફાડી નાખી!

દ્વારકાથી એક એવા સમાચાર સામે આવ્યા છે જે હચમચાવી દે તેવા છે. ફરી એક વખત રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. શ્વાનનો તેમજ રખડતા ઢોરના હુમલાથી લોકોને મુક્તિ મળે તે માટે અનેક તંત્ર દ્વારા અનેક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. રખડતા ઢોરને પકડવા માટે તેમજ રખડતા શ્વાનને પકડવા માટે કવાયત હાથ ધરવામાં આવતી હોય છે પરંતુ તો પણ અનેક વખત રખડતા ઢોર તેમજ શ્વાનને કારણે એક મોટી દુર્ઘટના સર્જાતી હોય છે.. ત્યારે આવી જ એક કંપાવી દે તેવી દુર્ઘટના દ્વારકામાં બની છે.. મળતી માહિતી અનુસાર રખડતા શ્વાને ભાણવડના રૂપામોરા વિસ્તારમાં રહેતી 11 વર્ષીય બાળકીને ફાડી નાખી છે. 



બાળકીનું નિપજ્યું કમકમાટી ભર્યું મોત! 

મળતી માહિતી અનુસાર બાળકી ગલીમાં રમી રહી હતી તે વખતે રખડતા શ્વાને તેની પર હુમલો કર્યો. તેને બચકા ભર્યા અને તેને ફાડી ખાધી..  માસુમ બાળકીને શ્વાને અનેક બચકા ભર્યા અને બાળકીને ગંભીર રીતે ઘાયલ કરી. બાળકીને હોસ્પિટલ પણ ખસેડવામાં આવી એ આશા સાથે કે તેને જીવનદાન મળે પરંતુ તેની પહેલા જ બાળકીનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. મહત્વનું છે કે રખડતા શ્વાનના હુમલાને કારણે  અનેક લોકોના મોત થયા છે. આવી ઘટનાઓ બાદ લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. નોંધનીય છે કે રખડતાં શ્વાનના હુમલાનું પ્રમાણ વધ્યું છે. તંત્ર દ્વારા કરવામાં આવતા દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી...સવાલ એ થાય કે ક્યાં સુધી નિર્દોષ લોકો આવા હુમલાનો ભોગ બનશે...?  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?