બિપોરજોય વાવાઝોડાની ભયાનક અસરના પગલે દ્વારકા જગત મંદિર રહેશે બંધ, શ્રદ્ધાળુઓની સુરક્ષાને કારણે લેવાયો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-06-14 18:11:10

રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાની ભયાનક અસર અને ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર એક્શન મોડમાં છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોટા યાત્રાધામો પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. બિપોરજોય વાવાઝોડાને પગલે દ્વારકા મંદિર ટ્રસ્ટે  દ્વારકાધીશ જગતમંદિર આવતી કાલે ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત નૂતન ધ્વજા આરોહરણ પણ હાલ નહીં ચડે, પવનની સ્થિતિના કારણે ધ્વજાને પણ નુકશાન થયું છે.


શ્રધ્ધાળુઓ માટે જગતમંદિર રહેશે બંધ


દ્વારકા દેવસ્થાન કચેરી ખાતે પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાએ બિપોરજોય વાવાઝોડાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે જણાવ્યું કે, વાવાઝોડાની સ્થિતિને પગલે આવતીકાલથી જગત મંદિર ભાવિકો માટે બંધ રાખવામાં આવશે. જો કે, પૂજારી પરિવાર દ્વારા સેવા પૂજા ચાલું રહેશે. જો કે શ્રધ્ધાળુઓ સોશિયલ મીડિયા મારફતે દર્શન કરી શકશે. 


દ્વારકા જગત મંદિર ટ્રસ્ટે લોકોને કરી આ અપીલ


દ્વારકા જગત મંદિર ટ્રસ્ટે પણ લોકોને અપીલ કરતા કહ્યું કે, બિપોરજોય વાવાઝોડાની અસર અને ભારે વરસાદની આગાહીને ધ્યાને લેતા ભગવાન દ્વારકાધીશના ભક્તો-યાત્રીકોની સુરક્ષા અને સલામતી માટે દ્વારકાધીશ મંદિર આવતીકાલે 15મી જૂન 2023એ ગુરુવારે દર્શન માટે બંધ રહેશે. શ્રધ્ધાળુઓને અપીલ કરવામાં આવે છે કે, મંદિર બંધ હોવાથી તમનો પ્રવાસ મોકૂફ રાખે. જોકે શ્રીજીની સેવા પુજાનો નિત્યક્રમ પરંપરા પ્રમાણે પુજારીઓ દ્વારા ચાલુ રહેશે. જે ભક્તો નિત્યદર્શન કરવા માગતા હોય તેઓ સંસ્થાની વેબસાઈટ dwarkadhish.org તથા સંસ્થાના અન્ય સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પરથી ઓનલાઈન દર્શન કરી શકશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?