ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે.. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઘણા દિવસોથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદ થોડો ધીમો પડ્યો છે પરંતુ ત્યાંથી વરસાદના જે દ્રશ્યો સામે આવ્યા છે તે અત્યંત ભયાનક છે. તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. વધારે વરસાદને કારણે મચેલી તબાહીને કારણે ખેડૂતોને વધારે નુકસાન થયું છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ખેડૂત દ્વારકાધીશને પ્રાર્થના કરી રહ્યા છે.
ખેડૂતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં...
રાજ્યના અનેક વિસ્તારો એવા છે જ્યાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. વધારે વરસાદ થવાને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હાલ થોડો વરસાદ ધીમો પડ્યો છે પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદને કારણે પરિસ્થિતિ બગડી રહી છે. ખેડૂતોને વરસાદને કારણે ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ખેડૂત દ્વારકાધીશને પ્રાર્થના કરી રહ્યો છે કે વરસાદ બંધ થઈ જાય.. દોહાના માધ્યમથી ખેડૂત વેદના રજૂ કરી રહ્યા છે.
દ્વારકા તેમજ જામનગરની મુખ્યમંત્રીએ લીધી મુલાકાત
મહત્વનું છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર તેમજ દ્વારકા વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.. ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિનો તાગ તેમણે મેળવ્યો હતો. મહત્વનું છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત વરસાદની પ્રતીક્ષામાં છે. ત્યારે તમારે ત્યાં વાતાવરણ કેવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.