ગુજરાત પોલીસની મેગા ડાઈવ દરમિયાન આટલા લોકોએ કર્યો કાયદાનો ભંગ! પોલીસે સમજવું પડશે કે સામાન્ય દિવસોમાં કેટલા લોકો કરતા હશે ઉલ્લંઘન!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-26 15:51:53

અમદાવાદમાં અકસ્માત સર્જાયા બાદ ગુજરાત પોલીસ એકદમ એક્ટિવ મોડમાં આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. અકસ્માતો રોકવા માટે પોલીસે એક મહિના માટે મેગા ડ્રાઈવનું આયોજન કર્યું છે જેમાં કડક રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈકાલથી શરૂ થયેલી ડ્રાઈવમાં અનેક લોકો વિરૂદ્ધ કેસ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ પોલીસે 16 પીધેલા, 119 જોખમી ડ્રાઈવિંગ કરતા તેમજ 57 વાહનચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. મેગા ડ્રાઈવ અંતર્ગત રાત્રીના 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. અમદાવાદમાં અલગ અલગ પોઈન્ટ બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.   


તથ્યના કારનામાઓ ધીમે ધીમે આવી રહ્યા છે સામે 

આપણે ત્યાં કહેવત છે પાણી પહેલા પાળ બાંધવી જોઈએ. પાણી વહી ગયા પછી પાળ બનાવવાનો કોઈ અર્થ નથી રહેતો. તેવી જ રીતે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે કે ઓવરસ્પીડ હોવાને કારણે અનેક અકસ્માતો સર્જાયા છે અને તે જીવલેણ પણ સાબિત થયા છે. અમદાવાદમાં થોડા દિવસો પહેલા હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં 10 નિર્દોષ લોકોના મોત થયા છે. આ  ઘટના સામે આવ્યા બાદ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. પોલીસના ત્રણ જવાનો પણ આ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. ત્યારે આ મામલે પોલીસ ઘણી એક્શન મોડમાં દેખાઈ રહી છે. અકસ્માત સર્જાયા બાદ તથ્ય પટેલના તથ્યો સામે આવી રહ્યા છે. આજસુધી તથ્ય પટેલે કેટલા અકસ્માત સર્જ્યા છે તે ધીમે ધીમે સામે આવી રહ્યું છે. 


આટલા લોકોએ કર્યો નિયમોનો ભંગ

અકસ્માત સર્જાતા પોલીસ વડા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે આગામી એક મહિના સુધી વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવશે. આ ડ્રાઈવ અંતર્ગત લાઈસન્સ, આર.સી.બુક હેલ્મેટ સહિતની વસ્તુઓ તેમજ ડોક્યુમેન્ટ રાખવા જરૂરી છે. શહેરમાં ઓવરસ્પીડના 57, ડ્રન્ક એન્ડ ડ્રાઈવના 16 અને ભયજનક ડ્રાઈવિંગના 119 કેસ મળીને કુલ 192 કેસ નોંધવામાં આવ્યા છે. 


જો ડ્રાઈવ દરમિયાન આટલા ગુન્હાઓ નોંધાતા હોય તો પછી....

મહત્વનું છે કે ડ્રાઈવ ચાલી રહી છે તેની જાણ હોવા છતાંય જો આટલા કેસ નોંધાઈ રહ્યા છે તો સામાન્ય દિવસોમાં જ્યારે ડ્રાઈવ નહીં ચાલતી હોય ત્યારે કેટલા ગુન્હાઓ બનતા હશે? એક મહિના સુધી સારી રીતે અનેક લોકો ડ્રાઈવ કરશે, નિયમો તેમજ કાયદાનું પાલન કરશે પરંતુ ડ્રાઈવ પૂર્ણ થયા બાદ? પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ આવીને ઉભી રહેશે. આપણી એક જ તકલીફ છે કે આપણે ત્યાં સુધી નથી સુધરતા જ્યાં સુધી આપણા પર નથી વિતતી. કાયદાનું પાલન આપણી સુરક્ષા માટે છે, તે સમજીને પણ આપણે હંમેશા કાયદાનું પાલન કરવું જોઈએ.   




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?