દેશમાં આજે બીજા તબક્કા અંતર્ગત લોકસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. અનેક વખત ઈવીએમને લઈ સવાલો ઉઠતા હોય છે. આ બધા વચ્ચે સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ ચૂકાદો સંભળાવવામાં આવ્યો છે.. સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ કરવામાં આવી હતી કે EVM એટલે કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન દ્વારા પડેલા મત સાથે વોટર વેરિફાઈએબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) સ્લિપને મેચ કરવામાં આવે.. પરંતુ આ તમામ અરજીઓને સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે... તે ઉપરાંત ઈવીએમની જગ્યા પર બેલેટ પેપરથી ચૂંટણી થાય તેવી માગ સાથે કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે..
ઈવીએમથી જ થશે દેશમાં ચૂંટણી
અનેક લોકોને કહેતા આપણે સાંભળ્યા હશે કે ચૂંટણી ઈવીએમથી નહીં પરંતુ બેલેટ પેપરથી થવી જોઈએ.. સુપ્રીમ કોર્ટમાં આ માગ સાથે અનેક અરજીઓ કરવામાં આવી હતી. આ અરજીની સાથે બીજી અરજીએ પણ કરવામાં આવી હતી કે EVMમાંથી VVPAT સ્લિપનું 100% ક્રોસ ચેકિંગ થવું જોઈએ. પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા આ બંને અરજીઓને ફગાવી દેવામાં આવી છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાએ કહ્યું કે અમે પ્રોટોકોલ, ટેકનિકલ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરી છે. આ પછી અમે સર્વસંમતિથી નિર્ણય આપ્યો છે. દેશમાં ઈવીએમથી જ ચૂંટણી થશે...