ગજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારો પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે. પ્રથમ તબક્કા માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ હતો. બીજા તબક્કા માટે ઉમેદવારો પોતાના ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે. દરેક પાર્ટીના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે ત્યારે દરિયાપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખે પોતાની દાવેદારી નોંધાવી હતી. સાયકલ પર સવાર થઈ તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા ગયા હતા.
સાયકલ પર સવાર થઈ ગ્લાસુદ્દીન શેખે નોંધાવી દાવેદારી
મોંઘવારીનો સ્તર સતત વધી રહ્યું છે જેને કારણે જીવન-જરૂરિયાતની ચીજ વસ્તુઓ મોંઘી થઈ રહી છે. પેટ્રોલ, ડિજલ તેમજ ગેસ સિલિન્ડરના ભાવ આસમાને પહોંચી રહ્યા છે તે વાતને દર્શાવવા ગ્યાસુદ્દીન શેખ સાયકલ પર જઈ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તેમણે કહ્યું હતું કે જે પ્રમાણે મોંઘવારી વધી રહી છે તે પ્રમાણે સામાન્ય માણસો માટે પણ સાયકલ મહત્વનું સાધન બનવાની છે. પોતાના સમર્થકો સાથે તેઓ ઔડા ઓફિસ પહોંચ્યા હતા અને પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
ઊંટ ગાડીમાં બેસી પહોંચ્યા કલેક્ટર કચેરી
આવી જ રીતે ઉંટ ગાડીમાં સવાર થઈ ઠક્કરબાપા નગરના કોંગ્રેસ ઉમેદવાર વિજય બ્રહ્મભટ્ટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ઉંટ ગાડીનો સહારો લઈ તેમણે પણ વધતી મોંઘવારી દર્શાવવાનો પ્રયત્ન કર્યો હતો. મોટી સંખ્યમાં કાર્યકરોની સાથે તેમણે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.