કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર જોરશોરથી થઈ રહ્યો છે. અનેક દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કર્ણાટકની ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે. વડાપ્રધાન મોદીએ ગઈકાલે અનેક જગ્યાઓ પર રેલી કરી હતી. પરંતુ સૌથી વધારે ધ્યાન પ્રધાનમંત્રીએ બાળકો સાથે કરેલી મસ્તીએ ખેંચ્યું હતું. પીએમએ કલબુર્ગીના નાના ભૂલકાઓ સાથે વાત કરી હતી. ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાળકો સાથે મસ્તી કરતા પણ દેખાયા હતા.
બાળકો સાથે વડાપ્રધાન મોદીએ કરી મસ્તી!
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ કર્ણાટકની ચૂંટણીમાં વ્યસ્ત છે. અનેક જગ્યાઓ પર પીએમ મોદી આજે રેલી સંબોધવાના છે. ત્યારે ગઈકાલે પણ અનેક રેલીમાં સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ સભામાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. પરંતુ બંને પાર્ટીઓ વચ્ચે ચાલતા ઝેરીલા ભાષણોની વચ્ચે પીએમ મોદીએ બાળકો સાથે વાત કરી હતી. કલબુર્ગીમાં રોડ શો પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાળકો સાથે મસ્તી અને મજાક કરતા દેખાયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાથથી બાળકો સાથે રમત પણ રમી હતી અને બાળકોને શું કરે છે ક્યાં ભણે છે તેવા પ્રશ્નો પણ કર્યા હતા. બધાએ અલગ અલગ જવાબ આપ્યા હતા ત્યારે પ્રધાનમંત્રીએ પૂછ્યું હતું કે કોઈને પ્રધાનમંત્રી બનવાનું મન નથી થતું?
જવાહરલાલ નહેરૂને પણ પ્રિય હતા બાળકો!
આ વીડિયોની વાત કરીએ તો આ ઘટનાથી જવાહર લાલ નહેરુની યાદ આવી જાય છે. પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુને પણ બાળકો અતિ પ્રિય હતા. તેમને પ્રેમથી ચાચા નહેરૂ પણ સંબોધવામાં આવતા હતા. એટલે જ તેમના જન્મ દિવસને ચિલ્ડ્રન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે... આ આપણા દેશના રાજનેતાઓની સુંદરતા છે કે તે આટલા વ્યસ્ત સમયમાં પણ દેશના ભવિષ્ય સાથે સમય વિતાવી લે છે અને તેમને દેશ માટે કંઈક કરી બતાવાની અપ્રત્યક્ષ રીતે પ્રેરણા આપે છે.