ફરજ દરમિયાન TRB જવાન ટ્રાફિક પર ધ્યાન આપવાની બદલીમાં મચેડતો હતો ફોન! Kumar Kananiએ TRB જવાનને જાહેર રસ્તે ખખડાવ્યો, પરંતુ....


  • Published By :
  • Published Date : 2023-08-03 14:14:53

ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધતી જઈ રહી છે. આપણે ઘણીવાર જોતા હોઈએ છે કે જે ટીઆરરપી જવાન હોય કે પછી પોલીસના જવાન હોય, ટ્રાફિક કંટ્રોલ કરવાનો હોય તે સાઈડમાં ઉભા રહી મોબાઈલ વાપરતા  જોવા મળે છે અથવા તો વાતો કરતા જોવા મળે છે. ત્યારે આવો એક કિસ્સો સુરતથી સામે આવ્યો  છે જેમાં ટીઆરબી જવાન ફોન મચેડી રહ્યો હતો અને ધારાસભ્ય કુમાર કાનાણીએ તેને ઝડપી પાડ્યો. ધારાસભ્યે જવાનને ધમકાવ્યો. તે વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.  

રસ્તા પર ટ્રાફિક જામ દેખાતા કુમાર કાનાણી રોષે ભરાયા!

પોતાના નિવેદનો, પોતાની એક્શનને લઈ ધારાસભ્ય કુમાર કાનાણી સતત ચર્ચામાં રહેતા હોય છે, તેઓ પોતાના વિસ્તારના પ્રશ્નોને વાચા આપતા હોય છે. જેને લઈને ઘણી વખત તો પોતાના જ મહાનગરપાલિકાના શાસકોને જ લપેટામાં લેતા હોય છે. ત્યારે હાલ તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ધારાસભ્ય તેમની પત્ની સાથે પોતાની એક્ટિવા પર મીની બજાર તરફ જઈ રહ્યા હતા ત્યારે ટ્રાફિક તેમને દેખાયો હતો. તેમણે આસપાસમાં જોયું તો એક પણ ટીઆરબી જવાન દેખાયો નહીં. 


મોબાઈલમાં વ્યસ્ત બની બેઠેલા TRB જવાનનો ઉધડો લીધો!

ત્યારબાદ તેમની નજર ખૂણામાં બે ટીઆરબી જવાન ગાડી ઉપર બેસી મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. પછી એક્ટિવા પરથી તે નીચે ઉતરે છે અને ટીઆરબી જવાનને ખખડાવવા લાગ્યા. કુમાર કાનાણી કહેતા દેખાય છે કે "સીધું કામ કર નહીંતો ઝાપટ મારીશ અને પછી ટીઆરબી જવાન સામે જવાબો આપવા લાગ્યો તો ધારાસભ્યનો પીતો ગયો. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કુમાર કાનાણીનો સંપર્ક કર્યો. 


વાયરલ વીડિયોમાં ખુદ કુમાર કાનાણી દેખાયા હેલ્મેટ વગર!

ટ્રાફિકની સમસ્યાને લઈ લોકોને ઘણી પરેશાની થતી હોય છે. અનેક લોકો જેમને અર્જન્ટ, એમરજન્સીમાં કોઈ જગ્યાએ પહોંચવાનું હોય છે તે ટ્રાફિકજામ થવાને કારણે પહોંચી શક્તા નથી. ત્યારે જેમને ટ્રાફિક પર નિયંત્રણ રાખવાની જવાબદારી સોંપવામાં આવી હોય તે જ પોતાના ફરજ કલાકો દરમિયાન કામ નિષ્ઠા પૂર્વક ન કરે તો? મોબાઈલ વાપરવામાં એટલા પણ વ્યસ્ત ન થવું જોઈએ કે તમે ઓન ડ્યુટી છો તે ભૂલી જાવ. કામના કલાકો દરમિયાન રાખવામાં આવેલી લાપરવાહી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. પરંતુ જે વીડિયો વાયરલ થયો છે તેમાં ખુદ કુમાર કાનાણી હેલ્મેટ વગર દેખાયા હતા.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.