ડમીકાંડ મામલે નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. એસઓજી સમક્ષ જ્યારે યુવરાજસિંહ હાજર થયા હતા તે બાદ યુવરાજસિંહ સહિત 6 લોકો વિરૂદ્ધ પૈસા લેવાનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે યુવરાજસિંહના સાળા કાનભા પાસેથી પોલીસે 38 લાખ રુપિયા રિકવર કરી લીધા હતા. ત્યારે યુવરાજસિંહના બીજા સાળાએ પણ પોલીસ સમક્ષ સરેન્ડર કરી લીધું છે. શિવભાએ આ સમગ્ર વાતને રાજકીય કાવતરૂં ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આ એક રાજકીય કાવતરૂં છે. પૈસાની કોઈ લેતી દેતી થઈ નથી.
પોલીસ સમક્ષ હાજર થયા યુવરાજસિંહના સાળા શિવભા!
ડમીકાંડમાં તોડકાંડનો મામલો સામે આવ્યો હતો અને જે બાદ નવા નવા વળાંક આવી રહ્યા છે. ભાવનગર એસઓજી સમક્ષ યુવરાજસિંહ હાજર થયા હતા. જે બાદ ખંડણીનો ગુન્હો યુવરાજસિંહ સહિત 6 લોકો પર દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં યુવરાજસિંહના બે સાળાઓના નામ પણ સામેલ હતા. ત્યારે સુરતથી પોલીસે યુવરાજસિંહના સાળા કાનભાને ઝડપી પાડ્યો હતો. જે બાદ ગઈકાલે પોલીસે કાનભા પાસેથી 38 લાખ રિક્વર કરી લીધા છે. ત્યારે યુવાજસિંહના બીજા સાળા શિવભાએ સામે ચાલીને પોલીસ સમક્ષ સરેન્ડર કરી લીધું છે. પોલીસ સમક્ષ હાજર થાય તે પહેલા તેમણે કહ્યું કે આ રાજકીય ષડયંત્ર છે.