સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવી દેનારા ડમી ઉમેદવાર કાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહની ધરપકડ બાદ દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આજે સાજે ભાવનગર રેન્જ IG ગૌતમ પરમારે પ્રેસ કોન્ફરન્સ યોજીને ડમી કાંડ મામલે નવા ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યા હતા. ભાવનગર રેન્જ IGના જણાવ્યા પ્રમાણે યુવરાજ સિંહે પૂછપરછ દરમિયાન ડમી કાંડ મામલે કોઈ નેતાની સામેલગીરી હોવાના પુરાવા કે નામ આપ્યા નથી. તે ઉપરાંત યુવરાજ સિંહે અન્ય કોઈ કાંડના પુરાવા આપ્યા નથી. આવો જાણીએ આ પ્રેસ કોન્ફરન્સના મુખ્ય અંશ
શું કહ્યું ભાવનગર રેન્જ IGએ?
યુવરાજ સિંહને કોર્ટ સમક્ષ હાજર કરાયા
મોબાઈલની રિકવરી અને એક કરોડ લેવાયા તેની રિકવરી માટે રિમાન્ડની માંગણી
યુવરાજ સિંહ સામે નવા કાયદા પ્રમાણે લાગુ પડતી કલમોનો અમલ કરાશે
ડમી કાંડના આરોપી ઘનશ્યામ અને બિપીન ત્રિવેદીની અટકાયત કરવામાં આવી.
ઘનશ્યામ લાધવા અને બિપીન ત્રિવેદીએ પણ નાણા પ્રાપ્ત કર્યા છે
ઘનશ્યામ લાધવા અને બિપીન ત્રિવેદીએ 10 ટકા લેખે જે રુપિયા લીધા હતા તે રિકવાર કરવાનું શરૂ
નાણાકિય વ્યવહારના કારણે જ ગુનો નોંધાયો
7 નામ આપી 2 નામ છુપાવ્યા તેના કારણે જ પોલીસ ફરિયાદ નોંધાઈ
પ્રકાશ દવે ઉર્ફે પીકેની મેટર પતાવવા 26 માર્ચની રાત્રે બિપીન, ઘનશ્યામ અને અન્યની મીટિંગના સીસીટીવી પુરાવા
6 એપ્રીલે યુવરાજ સિંહે પીકે અને પ્રદિપ બારૈયાનું યુવરાજ સિંહે નામ નહોતું આપ્યું: રેન્જ IG
વિક્ટોરિયા કોમ્પ્લેક્સમાં થઈ હતી મિટીંગ
ડિલીટ કરાયેલા સીસીટીવી રિકવર કરાયા
સીસીટીવી ફૂટેજ,વ્હોટ્સેપ ચેટ અને સીડીઆર એનાલિસીસની વિગત પોલીસ જાહેર કરશે
નારી ચોકડી પર મિટીંગ થયાની યુવરાજ સિંહે કરી છે કબૂલાત
સુરતથી કાનભા ગોહિલની ધરપકડ કરવામાં આવી છે
શિવુભાની શોધખોળ ચાલી રહી છે
યુવરાજ સિંહ સામે નવા કાયદા પ્રમાણે લાગુ પડતી કલમોનો અમલ કરાશે
ફરિયાદમાં નોંધાયેલ રાજુ નામની વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે
રાજુ અને આર કે બે અલગ વ્યક્તિ છે