બિગ બ્રેકિંગ! ડમી ઉમેદવાર કાંડમાં પોલીસ એક્શનમાં, ભાવનગર પોલીસે 36 લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરી


  • Published By :
  • Published Date : 2023-04-14 22:30:10

રાજ્યમાં સરકારી નોકરીની ભરતી માટે યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી ઉમેદવારો બેસતા હોવાનો વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે પર્દાફાશ કર્યો હતો. હવે આ મામલે આજે  ભાવનગર પોલીસે કાર્યવાહી કરી છે. અગાઉ કોઈ પણ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને ગેરરીતિમાં સંડોવાયેલા હોય તેવા 36 લોકો વિરૂધ્ધ FIR નોંધી, કાર્યવાહી હાથ ધરી છે.


સરકારી પરીક્ષાઓમાં ગેરરીતિ આચરતા  હતા


ભાવનગર પોલીસે ડમી ઉમેદવાર મામલે 36 લોકો સામે સરકારી પરીક્ષાઓમાં ગેરરીતી આચરવાના ગુનામાં કાર્યવાહી કરી છે. અગાઉ 4 ડમી ઉમેદવારોના નામે જાહેર થયા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં 36 લોકો સામે ફરિયાદ નોંધી છે. તેમના પર આરોપ છે કે તેમણે આર્થિક લાભ માટે 2012થી 2023 એટલે કે 11 વર્ષના સમયગાળામાં યોજાયેલી બોર્ડ અને સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉમેદવારોની જગ્યાએ લેપટોપના માધ્યમથી પોતાનો ફોટો લગાવી, બનાવટી દસ્તાવેજો બનાવી તેમણે ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હતી. આ રીતે તેમણે સરકાર સાથે ઠગાઈ આચરી છે. આ કાંડના મુખ્ય આરોપી તરીકે શરદ કુમાર ભાનુ શંકર પનોત રહેવાસી ભાવનગરનું સામે આવ્યું છે.


આ લોકો સામે પોલીસે કરી કાર્યવાહી


1. શરદકુમાર ભાનુશંકરભાઇ પનોત બસ સ્ટેન્ડ પાસે, દિહોર તા.તળાજા જી. ભાવનગર

2. પ્રકાશકુમાર ઉર્ફે પી.કે. કરશનભાઇ દવે પીપરલા તા. તળાજા જી. ભાવનગર

3. બળદેવ રમેશભાઈ રાઠોડ - ગામ. દિહોર તા. તળાજા. જિ. ભાવનગર 

4. મિલનભાઈ ઘુઘાભાઈ બારૈયા - ગામ.સરતાનપર તા. તળાજા. જિ. ભાવનગર 

5. પ્રદિપકુમાર નંદલાલભાઈ બારૈયા - મુળ-દેવગાણા તા. શિહોર જિ. ભાવનગર  

6. શરદભાઈના કહેવાથી ફિઝીક્સની પરીક્ષા આપનાર જિ. ભાવનગર

7. મિલન ઘુઘાભાઈએ આપેલ ડમી વિદ્યાર્થી - ભાવનગર

8. કવિત એન રાવ - ભાવનગર 

9. ભાવેશભાઈ રમેશભાઈ જેઠવા - ગામ-પીપારલા તા. તળાજા. જિ. ભાવનગર 

10. રાજપરા દિહોર તળાજાનાં કોઈ વિદ્યાર્થીના - ગામ દિહોર, તા. તળાજા. જિ.      ભાવનગર 

11. જી એન દામાણી મ્યુનીસિપાલ હાઈસ્કુલ ધારી - ભાવનગર

12.રાજ ગીગાભાઈ ભાલીયા - ભાવનગર 

13. હિતેશ બાબુભાઈ - ગામ.ઈસોરા તા. તળાજા. જિ. ભાવનગર 

14. હિતેશ બાબુભાઈનો ડમી રાહુલ - ગામ - બોટાદ સીટી તા. બોટાદ, જિ. બોટાદ 

15. પાર્થ ઈશ્વરભાઈ જાની - ભાવનગર

16. પાર્થ ઈશ્વરભાઈ જાનીનો ડમી ઉમેદવાર - ભાવનગર 

17. રમણીકભાઈ મથુરામભાઈ જાની- ગામ રબારીકા, તા. સિહોર જિ. ભાવનગર 

18. ભાર્ગવ કનુભાઈ બારૈયા દવે - ગામ - દિહોર તા. તળાજા. જિ. ભાવનગર 

19. મહેશભાઈ લાભશંકરભાઈ લાધવા - ગામ કરમદીયા, તા. મહુવા જિ. ભાવનગર

20. અંકિત લકુમ -  ભાવનગર 

21. વિમલભાઈ બટુકભાઈ જાની - ગામ દિહોર. તા. તળાજા. જિ. ભાવનગર 

22. કૌશિકકુમાર મહાશંકર જાની -  ભાવનગર 

23. જયદિપભાઈ બાબુભાઈ ભેડા - ભાવનગર

24. ભગીરથભાઈ અમૃતભાઈ પંડ્યા - ભાવનગર 

25. ભગીરથભાઈ અમૃતભાઈ પંડ્યાના ડમી ઉમેદવાર - ભાવનગર 

26. નિલેશ ઘનશ્યામભાઈ જાની - ભાવનગર 

27. નિલેશ ઘનશ્યામભાઈ જાનીના ડમી ઉમેદવાર - ભાવનગર

28. જયદિપ ભદ્રેશભાઈ ધાંધલા - ભાવનગર

29. સંજય હરજીભાઈ પંડ્યા - ગામ કરાઈ, તા. ગાંધીનગર, જિ. ગાંધીનગર

30. અક્ષર રમેશબાઈ બારૈયા - ભાવનગર 

31. દિનેશભાઈ બટુકભાઈ પંડ્યા - ભાવનગર 

32. ભદ્રેશભાઈ બટુકભાઈ પંડ્યા - ભાવનગર 

33. અભિષેક પંડ્યા - ગામ. ટીમાણા . તા. તળાજા. જિ. ભાવનગર 

34. કલ્પેશ પંડ્યા - ગામ. રાળગોન, તા. તળાજા. જિ. ભાવનગર 

35. ચંદુભાઈ પંડ્યા - ભાવનગર 

36. હિતેન હરિભાઈ બારૈયા - ભાવનગર


યુવરાજ સિંહે કર્યો હતો પર્દાફાશ


વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે ગઈ 5. એપ્રિલ ના રોજ ડમી ઉમેદવાર કાંડ જાહેર કરી 4 ડમી ઉમેદવારો ના નામ જાહેર કર્યા હતા.જેમના નામ આ પ્રમાણે છે. 1. ભાવેશભાઈ રમેશભાઈ જેઠવાની જગ્યાએ પરીક્ષા આપનાર મીલન ઘૂઘાભાઈ (પશુધન નિરીક્ષક, વર્ગ-3, 2021-22) 2. કવિતકુમાર નીતિનભાઈ રાવની જગ્યાએ પરીક્ષા આપનાર મીલન ઘૂઘાભાઈ (Laboratory Technician 2021-22) 3. અંકિત નરેન્દ્રભાઈ લકુમની જગ્યાએ પરીક્ષા આપનાર વિમલ (ગ્રામસેવક, વર્ગ-3, 2021-22) 4. જયદીપભાઈ વાલજીભાઇ રમણાની જગ્યાએ પરીક્ષા આપનાર કલ્પેશ પંડ્યા (ગ્રામસેવક, વર્ગ-3, 2021-22) નો સમાવેશ થતો હતો.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?