એક પ્રમાણિક પરીક્ષાર્થીના કારણે બહાર આવ્યું ડમી ઉમેદવાર કૌભાંડ, જાણો ઈનસાઈડ સ્ટોરી


  • Published By :
  • Published Date : 2023-04-05 18:48:28

ગુજરાતમાં બોર્ડની પરીક્ષા હોય કે પછી સ્પર્ધાત્મક કસોટી ગેરરિતીએ મોટી સમસ્યા બની ગઈ છે. જાણીતા વિદ્યાર્થી આગેવાન અને આમ આદમી પાર્ટીના નેતા યુવરાજ સિંહે આજે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી વિદ્યાર્થીનો ઉપયોગ થતો હોવાનો મોટો ઘટસ્ફોટ કર્યો છે. આપણી સિસ્ટમ કેટલી હદે પાંગળી થઈ ગઈ છે કે પરીક્ષા આપનારો કોઈ ડમી ઉમેદવાર છે તે પણ પકડી શકતી નથી. સરકારી નોકરી માટે લોકો તમામ હદો વટાવી રહ્યા છે. ઘણી વખત એવું બને છે કે પૈસાના જોરે ખોટા સિક્કાઓ સિસ્ટમમાં આવી જાય છે. અને ખરેખર લાયક ઉમેદવારોને આત્મહત્યા કરવાનો વારો આવે છે.


ડમી ઉમેદવાર કૌંભાડ કઈ રીતે સામે આવ્યું?


યુવરાજ સિંહ રાજ્યમાં વિવિધ સરકારી વિભાગો માટે લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારોનું મોટું રેકેટ બહાર લાવ્યા છે. આ ડમી ઉમેદવારો કોઈ અન્યને સરકારી નોકરી મળે તે માટે પૈસા લઈને પરીક્ષા આપે છે. ખુબ જ સિફતપુર્વક થતી આ ગેરરીતી એક મહેનતુ અને પ્રમાણિક યુવકના કારણે બહાર આવી છે. 6 વર્ષથી પરીક્ષાની તૈયારી કરતો આ યુવક mphwની પરીક્ષામાં માત્ર 0.10 માર્ક્સથી રહી જતા તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેની બહેને યુવરાજ સિંહને ફોન કરને જાણ કરી અને ત્યાર બાદ તેણે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ચાલતા ડમી રેકેટનો પર્દાફાશ કર્યો હતો. 


પૈસાના જોરે સરકારી નોકરી


34 વર્ષીય પંડ્યા યુવાને  યુવરાજ સિંહને જણાવ્યું કે ભાવનગર અને તેની આસપાસના ગામોમાં પાલિવાલ સમાજના યુવાનો પૈસાના જોરે પરીક્ષામાં ડમી ઉમેદાવારોને બેસાડીને સરકારી નોકરી મેળવી લે છે. જેના કારણે તેના જેવા લાયક ઉમેદવારોને નુકસાન થઈ રહ્યું છે. આવા સેંકડો લોકો આજે સિસ્ટમનો એક ભાગ બની ગયા છે. આ પ્રકારે ગેરરીતિ આચરનારા અનેક લોકો અલગ અલગ વિભાગ જેવા કે MPHW, વિદ્યાસહાયક, તલાટી, બિન સચિવાલય, ફોરેસ્ટ, વગેરેમાં નોકરી કરી રહ્યા છે. આવા ડમી ઉમેદવારોના કારણે સરકારી તંત્રને કેટલું મોટું નુકસાન થઈ રહ્યું છે તે વિચારતા જ મગજ બહેર મગજ બહેર મારી જાય છે. સ્પર્ધાત્મક પરીક્ષાને લઈ અમુક વિસ્તારના લોકો ડમી ઉમેદવારો અને ખોટી માર્કશીટ(ભૂતિયા) બનાવી નોકરી મેળવવા લાગ્યા છે. ખાસ કરીને ભાવનગરની આસપાસના તળાજા પંથક અને શિહોર પંથકના ગામડાઓ જેવા કે, પિપરલા, દિહોર, સથરા, ટીમાણા, ટિમગણા, અગિયાળી આ ડમી ઉમેદવાર રેકેટ ચાલી રહ્યું છે.


સરકારી નોકરી માટે તમામ સમાજોમાં હોડ


ગુજરાતમાં સરકારી નોકરીમાં તેમની જાતિનું પ્રભુત્વ વધે તે માટે તમામ સમાજો સક્રિય છે. સમાજના અગ્રણીઓ તેમના સમાજના યુવાનોને નોકરીઓ મળે તે માટે તમામ હદો વટાવી રહ્યા છે. યુવરાજ સિંહે તેમની પત્રકાર પરિષદમાં ભાવનગરના પીપલા ગામની એક વ્યક્તિ હરિ ડોનનો ઉલ્લેખ કર્યો છે. આ વ્યક્તિ હાલ હયાત નથી પણ તેમણે તેની જાતિના ઉમેદવારોને સરકારી નોકરી મળે તે માટે ભરપૂર પ્રયાસો કર્યા હતા. જો કે આવા સમાજ અગ્રણીઓ અપ્રત્યક્ષ રીતે તેમની જ જાતિના અન્ય ગરીબ ઉમેદવારોને પણ નુકસાન કરતા હોય છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?