ડમી ઉમેદવાર કાંડ મામલે ભાવનગર પોલીસ એક્શનમાં, આરોપીઓને પકડવા રચાઈ SIT


  • Published By :
  • Published Date : 2023-04-16 19:15:41

રાજ્યમાં સરકારી નોકરી માટે યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી ગેરરિતીઓએ ચિંતા વધારી છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી સ્પર્ધાત્મક પરીક્ષા અને બોર્ડ, યુનિવર્સિટીની પરીક્ષામાં ડમી ઉમેદવારોને લઈને ખુલાસા કરતા હડકંપ મચી ગયો હતો. હવે આ મામલે ભાવનગર પોલીસે ડમી ઉમેદવારો કાંડ મામલે કરેલી કાર્યવાહી તેનો બોલતો પુરાવો છે કે રાજ્યમાં સરકારી તંત્ર કેટલી હદે પાંગળું થઈ ગયું છે. ભાવનગરમાં ડમી ઉમેદવાર કાંડમાં પોલીસે 36 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. હવે ડમી કાંડ મામલે ભાવનગર પોલીસ દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(SIT)ની રચના કરવામાં આવી છે.


SITની રચના કરવામાં આવી


ભાવનગરમાં ડમી ઉમેદવારો કાંડ મામલે SP દ્વારા SIT ની  રચના કરવામાં આવી છે. આ SITનાં સુપરવિઝન અધિકારી તરીકે  DYSP આર.આર.સિંઘલ નાયબ પોલીસ કમિશનર, ભાવનગર વિભાગ તથા તપાસ કરનાર અધિકારી એસ.બી.ભરવાડ પોલીસ ઇન્સ.,SOG ભાવનગર તથા PSI આર.બી.વાધીયા, PSI વી.સી.જાડેજા, PSI એચ.આર.જાડેજા, PSI ડી.એ.વાળા, PSI એચ.એસ.તિવારી તથા પોલીસ સ્ટાફનાં રાઇટર તરીકે કુલ 7 સભ્યો તથા પોલીસ હેડ કવાર્ટર ખાતેથી કુલ-12 સભ્યોની નિમણુક કરવામાં આવી છે. આ SITની સાથે એલ.સી.બી.નાં ઇન્ચાર્જ PI બી.એચ.શીંગરખીયા, PSI કે.એમ.પટેલ,PSI પી.બી.જેબલીયા, PSI પી.આર.સરવૈયા તથા LCB,SOG તથા પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફ પણ સહયોગમાં જોડાયો છે.


પોલીસે સપાટો બોલાવ્યો


ભાવનગર ડમી કાંડ ઉમેદવારોનાં મામલામાં પોલીસે આરોપીઓ સામે તપાસનો સપાટો બોલાવ્યો છે. ગઈકાલે પોલીસે સત્તાવાર રીતે 4 લોકોની ધડપકડ કર્યા બાદ બાકી રહેલા 32 લોકોની શોધખોળ શરૂ કરી છે. ભાવનગર જિલ્લાના તળાજા, સિહોર તાલુકામાં રહેઠાણ ધરાવતા આ 32 આરોપીઓનાં ઘરે પહોંચવા બની સજ્જ થઈ છે. ભાવનગર પોલીસે 4 ટીમો બનાવી જુદાજુદા વિસ્તારમાં આરોપીઓ ઝડપી પાડવા અભિયાન હાથ ધર્યું છે. પોલીસે ઝડપવાનાં બાકી રહેલા આરોપીઓનાં કોલ ડિટેલ્સ માટે ટેક્નિલ ટીમની મદદ લીધી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?