ગુજરાતના હવામાનમાં એકા એક પલટો આવ્યો છે. ગઈકાલે અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસ્યો જેને કારણે જગતના તાતની સ્થિતિ કફોડી થઈ ગઈ છે.. પાકને નુકસાન થતા ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. આગામી દિવસો માટે પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ બધા વચ્ચે ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે.. કૃષિ મંત્રીએ પાક નુકસાનનો રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે. રાજ્ય સરકારે માવઠાથી ખેતીને થયેલા નુકસાનનો સર્વે કરવાના આદેશ આપી દીધા હતા.
કૃષિમંત્રીએ કરી મહત્વપૂર્ણ જાહેરાત
જગતના તાતની સ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે. આ બધા વચ્ચે માવઠાને કારણે સ્થિતિ અત્યંત દયનિય થઈ ગઈ છે. પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.. 16 તારીખ સુધી રાજ્યના અનેક ભાગો માટે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.. આ બધા વચ્ચે કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. રાઘવજી પટેલે પાક નુકસાનીનો પ્રાથમિક સરવેનો રિપોર્ટ રજૂ કરવા આદેશ આપી દીધો છે. મળતી માહિતી અનુસાર 17 મે બાદ રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે..
નુકસાની વેઠવાનો વારો આવ્યો જગતના તાતને
ભર ઉનાળે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે.. કોઈ જગ્યા પર કરા પડ્યા છે તો કોઈ જગ્યા પર ધોધમાર વરસાદ આવ્યો છે.. હવામાનમાં આવેલા પલટાને કારણે ગરમીથી તો રાહત મળી પરંતુ તેનાથી જગતના તાતના હાલ બેહાલ થઈ ગયા છે. જગતના તાતને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. પાકને મોટા પાયે નુકસાન થયું છે અને ખેડૂતોને રાહત મળે તેવી એક મહત્વપૂર્ણ જાહેરાત કૃષિ મંત્રીએ કરી છે.
પાકને મોટા પાયે માવઠાને કારણે પહોંચ્યું છે નુકસાન
પાક નુકસાનીનો પ્રાથમિક સરવે કરી રિપોર્ટ રજૂ કરવા માટે કૃષિ વિભાગના અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે તેવી વાત કૃષિમંત્રીએ કરી હતી. મહત્વનું છે કે અચાનક પડેલા માવઠાને કારણે કેરી, ડાંગર, પપૈયા, શાકભાજી સહિતના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. મહત્વનું છે કે 16 તારીખ સુધી રાજ્યનું વાતાવરણ એવું જ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.