કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયું વ્યાપક નુકસાન! BJPના આ ધારાસભ્યએ CMને લખ્યો પત્ર, સર્વે કરી સહાય આપવા કરી માગ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-27 13:24:29

રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગઈકાલથી રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. આજે પણ અનેક જિલ્લાઓ માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. શિયાળામાં વરસાદ પડવાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. રવિ પાકને મોટા પાયે નુકસાન થયું છે. રાતા પાણીએ ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. આ બધા વચ્ચે ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ધારાસભ્યએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે વરસાદને કારણે થયેલા નુકસાનનો સર્વે જલ્દી કરાવવામાં આવે અને ખેડૂતોને જલ્દી આર્થિક સહાય આપવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.  

કમોસમી વરસાદથી ખેડૂતો બન્યા પાયમાલ!   

ગઈકાલથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના 200થી વધારે તાલુકામાં માવઠાની એન્ટ્રી થઈ છે. અનેક જગ્યાઓ પર કરા પણ પડ્યા હતા. એક તરફ લોકો કરાનો આનંદ માણતા દેખાયા તો બીજી તરફ કમોસમી વરસાદને કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે. માવઠાને કારણે અનેક ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે જેને કારણે શિયાળા પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોની હાલત પ્રતિદિન ખરાબ થઈ રહી છે. ત્યારે આ માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પાકને નુકસાન થવાને કારણે ખેડૂતોને ફટકો પડ્યો છે. આ બધા વચ્ચે ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે. ખેડૂતોને આર્થિક મદદ થાય તે માટે વહેલી તકે વરસાદને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવામાં આવે અને જલ્દી વળતર ચૂકવવામાં આવે તેવી માગ કરી છે.    


ભાજપના ધારાસભ્યએ કરી મુખ્યમંત્રીને રજૂઆત 

પાટણમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કરા સાથે કમોસમી વરસાદ થવાને કારણે રવિ પાકને વ્યાપક નુકસાન થયું છે. કમોસમી વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે. જગતના તાતની ચિંતા ઓછી થાય તે માટે, આર્થિક ટેકો મળી રહે તે માટે ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રી તેમજ કૃષિમંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે લખ્યું છે કે રવિ પાક જેવા કે જીરું, ઇસબગુલ, એરંડા, સવા સહિત પાકો માવઠામાં ધોવાયા છે. આ તમામ મુદ્દે તાત્કાલિક સર્વે કરીને સહાય ચૂકવવા રજૂઆત કરી છે. સમી, સાંતલપુર, રાધનપુર તાલુકામાં સર્વે કરવામાં આવે અને સહાય આપવામાં આવે તેવી માગ સાથે ધારાસભ્યએ રજૂઆત કરી છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?