રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયું મોટું નુકસાન, નુકસાન અંગે જલ્દી સર્વે કરવામાં આવે તે માટે પાલ આંબલિયા આવ્યા મેદાનમાં


  • Published By :
  • Published Date : 2023-03-23 17:22:57

માર્ચ મહિનામાં આ વખતે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદે તારાજી સર્જી છે. માવઠાને કારણે ખેડૂતોના પાક નિષ્ફળ જઈ રહ્યા છે. જેને કારણે જગતના તાતને રડવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતોને લઈ પાલ આંબલિયાએ સરકારને પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે કમોસમી વરસાદનું તાત્કાલિક સર્વે કરવામાં આવે. ઉપરાંત ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં નક્કી કરેલ રાહતની રકમ ચૂકવવામાં આવે. 48-72 કલાકની અંદર આ સર્વે કરવામાં આવે તેવી માગ કરી હતી.


ખેડૂતોને આવ્યો  રડવાનો વારો 

છેલ્લા ઘણા સમયથી રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. માવઠાને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. માર્ચમાં અષાઢી માહોલ જામ્યો છે.  માવઠાને કારણે ખેતરમાં થયેલા પાકોને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોની ખરીફ ડુંગળી, ખરીફ, કપાસ જીરૂં,ધાણા સહિતના પાકોને નુકસાન થયું છે. ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર ખેડૂતોને જલ્દી સહાય કરે તે માટે પાલ આંબલીયાએ પત્ર લખ્યો છે. 


જલ્દી સર્વે કરવામાં આવે તેવી કરી રજૂઆત  

પાલ આંબલિયાએ પત્ર લખી સરકારને રજૂઆત કરી છે. પાલ આંબલિયાએ પત્રમાં લખ્યું કે દુખ સાથે કહેવું પડે છે કે રાજ્યમાં 3 માર્ચથી 15 માર્ચ સુધી કમોસમી વરસાદ પડ્યો છે. ક્યાંક સર્વે શરૂ કરાયો છે. અને ક્યાંક તો હજૂ સુધી કોઈ જગ્યાઓ પર સર્વે કરવામાં જ આવ્યો નથી. 20 દિવસ થયાં પરંતુ કોઈ સર્વે કરવા ન જાય તો ખેડૂતો પોતાનો બગડેલો પાક સર્વે ટીમ આવે એની રાહ જોઈને બેસી ન રહે અને પોતાના બગડેલા પાકને ખેતરમાંથી હટાવી દે છે. પરંતુ જ્યારે સરકારની સર્વે ટીમ સર્વે માટે ખેતરમાં પહોંચે છે તો ખેડૂતોએ ખેતર સાફ કરી નાખ્યું હોય છે. ત્યારે યુદ્ધના ધોરણે 48થી 72 કલાકમાં પાક નુકસાની માટે સર્વે કરાવી લેવો જોઈએ અને થયેલ પાક નુકસાનીનું વળતર ખેડૂતોને મોડામાં મોડું સર્વે પૂરો થયાના 72 કલાક પછી મળી જવો જોઈએ.     


કેસર કેરીના પાકને થયું છે મોટા પાયે નુકસાન 

કમોસમી વરસાદને કારણે કેરીના પાકને પણ નુકસાન થયું છે. આંબા પર આવેલા મોર ખરી પડ્યા છે. ઉપરાંત ખેતરમાં થયેલા પાકને પણ મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે ખેડૂતોને સરકાર તરફથી જલ્દી સહાય મળે તે માટે આંબલિયાએ પત્ર લખ્યો હતો અને જલ્દી સર્વે કરવામાં આવે તેવી માગ કરી હતી. ત્યારે આગામી દિવસોમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.         



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.