ટ્રાફિકજામની સમસ્યા અનેક રાજ્યો માટે માથાનો દુખાવો સાબિત થતો હોય છે. અનેક કલાકો સુધી તમે રસ્તા પર ટ્રાફિકને કારણે અટવાઈ શકો છો. દિલ્હીના લોકો પણ ટ્રાફિકને કારણે પરેશાન થઈ જતા હોય છે. રસ્તા પર ચાલતા લોકોને ટ્રાફિક જામનો સામનો ન કરવો પડે તે માટે અનેક જગ્યાઓ પર ફૂટપાથ અને બ્રિજ બનાવામાં આવ્યા છે. પરંતુ અનેક વખત એવા દ્રશ્યો પણ જોવા મળે છે જેમાં પુલ પર ટુ વ્હીલર્સને લઈ જવાય છે. પરંતુ આ વખતે તો એક રિક્ષાવાળાએ પોતાની રિક્ષા ફૂટ ઓવર બ્રિજ પર ચડાઈ દીધી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
ફૂટ બ્રિજ પર રિક્ષા ચાલકે ચઢાવી દીધી રિક્ષા
દેશના અનેક રાજ્યો છે એવા અનેક શહેરો છે જ્યાં ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે. ગમે તેટલી વ્યવસ્થા કેમ ન કરવામાં આવે પરંતુ રસ્તા પર ચક્કાજામ જોવા મળતું હોય છે. દિલ્હીનો ટ્રાફિક જામ પણ એમાનો એક છે. એક વખત જો તમે ટ્રાફિકમાં ફસાઈ ગયા તો અનેક કલાકો સુધી તમે એક જ સ્થળ પર ફસાઈ જાઓ. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ફૂટ ઓવર બ્રિજ પર રિક્ષા ચઢાવી દે છે. આ ઘટના દિલ્હીના હમદર્દ વિસ્તારની હોવાનું માનવામાં આવે છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે એક રિક્ષા વાળો સિજી પર પોતાની રિક્ષાને ચઢાવી રહ્યો છે. આરામથી પુલને ક્રોસ પણ કરી લે છે. આ દરમિયાન એક વ્યક્તિ રિક્ષામાં ઘૂસતો પણ નજરે પડે છે.
વીડિયો સામે આવ્યા બાદ પોલીસે કરી કાર્યવાહી
વીડિયો વાયરલ થતાં પોલીસે આ મામલે કાર્યવાહી કરી છે. મળતી માહિતી અનુસાર પોલીસે રિક્ષા ચાલકને અને જે વ્યક્તિ રિક્ષામાં બેસવાની કોશિશ કરે છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. એક વ્યક્તિનું નામ મુન્ના છે જ્યારે બીજા વ્યક્તિનું નામ અમિત છે. બંને વ્યક્તિ દિલ્હીના સંગમ વિહારમાં રહે છે અને આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મંત્રીના ડ્રાઈવરે રેલ્વે સ્ટેશનમાં ઘૂસાવી હતી ગાડી
મહત્વનું છે કે થોડા દિવસ પહેલા એક ઘટના સામે આવી હતી જેમાં મંત્રી ધર્મપાલસિંહના ડ્રાઈવરે વરસાદ હોવાને કારણે ગાડી રેલ્વે સ્ટેશન પર ચડાવી દીધી હતી. એવું પણ સામે આવ્યું હતું કે મંત્રીના બુટ ખરાબ ન થાય તે માટે આવું કરાયું હતું. એ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો છે. ડ્રાઈવરે પોલીસ સમક્ષ સરેન્ડર કરી લીધું હતું.