કોરોના મહામારીએ ચીનમાં ફરી માથું ઉચક્યું છે. સમગ્ર વિશ્વ કોરોના કહેરમાંથી ધીરે-ધીરે બહાર આવી રહ્યું છે. ત્યારે ફરી એક વખત કોરોના માથું ઉચકી રહ્યું છે. ચીનમાં કોરોના કહેર વધતા ચીનના અનેક શહેરોમાં લોકડાઉન લગાવ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કોરોના કેસ વધતા ચીનની રાજધાની બેઈજીંગમાં લોકડાઉન જેવા પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે.
કોરોના કેસ વધતા સરકારે લાદયા અનેક પ્રતિબંધ
શિયાળાની શરૂઆત થતા ચીનમાં ફરી એક વખત કોરોના કેસ એકાએક વધી રહ્યા છે. અનેક લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. કોરોના કેસ વધતા ચીનના અનેક શહેરોમાં લોકડાઉન લગાવી દીધું હોય તેવા પ્રતિબંધો મૂકી દીધા છે. કોરોના કેસ વધતા ઓનલાઈન ક્લાસ લેવાના આદેશો આપવામાં આવ્યા છે. ઉપરાંત અનેક લોકોને ઘરેથી કામ કરવાની સલાહ આપી છે.
કોરોનાએ ચીનમાં ફરી ઉચક્યું માથું
એવું માનવામાં આવી રહ્યું છે કોરોના મહામારીની શરૂઆત ચીનથી થઈ હતી. કોરોના મહામારી ફેલાઈ જતા સમગ્ર વિશ્વમાં હાહાકાર વ્યાપી ઉઠ્યો હતો. વિશ્વના અનેક દેશોમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યો હતો. ત્યારે ધીરે ધીરે અનેક દેશોમાં કોરોના કેસ ઘટી રહ્યા છે પરંતુ ચીનમાં ફરી એક વખત કોરોના કેસમાં વધારો થયો છે. જેને કારણે સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો થયો છે.
અનેક જાહેર સ્થળોને કરાયા બંધ
ચીનમાં એવા સમયે કેસો વધી રહ્યા છે જ્યારે ચીનમાં ઝીરો કોવિડ પોલીસીનું પાલન કરવામાં આવી રહ્યું છે. કોરોના કેસ વધતા સરકારે અનેક મોટા શહેરોમાં ટૂરિસ્ટ સ્પોટ તેમજ પાર્કને બંધ કરી દેવામાં આવ્યા છે.