ટામેટાના વધતા ભાવને કારણે ગૃહિણી પરેશાન! ઋષિકેશ પટેલના આ નિવેદને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું! સાંભળો નિવેદન


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-26 13:47:55

ટામેટાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. એક સમયે 30-40 કિલો રૂપિયે મળતા ટામેટા આજે 200 રુપિયે, તેનાથી પણ વધારે મોંઘા ભાવે કિલોએ ટામેટા વેચાઈ રહ્યા છે. ટામેટાના ભાવ પર નિયંત્રણ સરકાર લાવે તે માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આ બધા વચ્ચે મંત્રી ઋષિકેશ પટેલે ટામેટાના ભાવને લઈ નિવેદન આપ્યું છે. વિવાદાસ્પદ નિવેદનને લઈ મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. 

ટામેટા એક માત્ર ખાવાની વસ્તુ નથી - ઋષિકેશ પટેલ 

ચોમાસાની સિઝન નજીક આવતા જ શાકભાજીના અને તેમાં પણ ટામેટાના ભાવ સાતમે આસમાને પહોંચી ગયા છે. દરેક શાકભાજીના ભાવ વધવાને કારણે ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. વધતા ભાવ પર નિયંત્રણ આવે તે માટે સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી કે ભાવ પર નિયંત્રણ લાવવામાં આવે, પરંતુ ભાવ ન ઘટ્યા. એક તરફ લોકો માગ કરી રહ્યા છે કે ટામેટાના ભાવ ઘટાડવામાં આવે તો બીજી તરફ ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં નિવેદન આપ્યું છે કે ટામેટા એક માત્ર ખાવાની વસ્તુ નથી. ટામેટા, બટાકા સહિતની વસ્તુ જે ગૃહિણીઓ માટે જરૂરી છે તે ડિમાન્ડ સપ્લાય પર આધાર રાથે છે. સમયની સાથે, સપ્લાય વધતા તે કંટ્રોલમાં આવતા હોય છે.  

ટામેટા મોંઘા થતાં થવા લાગી ટામેટાની ચોરી!

મહત્વનું છે કે ટામેટાના ભાવમાં સતત વધરો થઈ રહ્યો છે. એક સમયે ટામેટાના ભાવ ન મળતા ખેડૂતો રડી રહ્યા હતા. અનેક ખેડૂતોએ ટામેટાને ફેંકી દીધા હતા. પરંતુ ભારે વરસાદ સહિત અનેક કારણોસર એકાએક ટામેટાના ભાવમાં વધારો ઝિંકાયો છે. ભાવ વધવાને કારણે અનેક ચોરીની ઘટનાઓ પણ આપણી સામે આવી હતી. શાકભાજીના વેપારીઓએ પોતાને ત્યાં કેમેરા લગાવી દીધા હતા. અનેક એવા કિસ્સાઓ છે જેમાં ટામેટાની ખેતી કરી ખેડૂતો માલામાલ થઈ ગયા છે. ટામેટાના ભાવ વધવાને કારણે રેસ્ટોરન્ટમાંથી સેવ ટામેટાનું શાક ગાયબ થઈ ગયું હતું, એક તરફ શાકભાજી સહિતની વસ્તુઓના ભાવ વધવાને કારણે મધ્યમવર્ગીય પરિવાર માટે ગુજરાન ચલાવવું અઘરૂં પડી રહ્યું છે. ત્યારે પ્રવક્તામંત્રીના આવા નિવેદનથી જાણે બળતામાં ઘી  હોમાયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.   



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...